Home /News /gujarat /

વ્યાજબી ભાવની દુકાનને મળતા અંશત જથ્થો બંધ કરવા મુદ્દે હાઈકોર્ટે સરકારને નોટિસ પાઠવી

વ્યાજબી ભાવની દુકાનને મળતા અંશત જથ્થો બંધ કરવા મુદ્દે હાઈકોર્ટે સરકારને નોટિસ પાઠવી

વ્યાજબી ભાવની દુકાનને મળતા અંશત જથ્થો બંધ કરવા મુદ્દે હાઈકોર્ટે સરકારને નોટિસ પાઠવી

હાઈકોર્ટે રાજ્ય સરકારને નોટિસ પાઠવી છે કે જથ્થો કેમ અચાનક બંધ કરવામાં આવ્યો છે? તે અંગે કોર્ટમાં જવાબ રજૂ કરવા આદેશ કર્યો

અમદાવાદ : જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળના આવશ્યક ચીજવસ્તુઓના જથ્થાના વિતરણની કામગીરીમાં વ્યાજબી ભાવની દુકાનના સંચાલકોને ઘઉં અને ચોખાના પાર્શિયલ જથ્થાને 1 જાન્યુઆરી 2020થી બંધ કરવાના અન્ન અને નાગરીક પુરવઠા કચેરીનો પરિપત્ર છે. તેની સામે ગુજરાત ફેરપ્રાઈઝ શોપ્સ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોશિયેશન તરફથી હાઈકોર્ટમાં પિટિશન કરાઈ હતી. જેમાં હાઈકોર્ટે રાજ્ય સરકારને નોટિસ પાઠવી છે કે જથ્થો કેમ અચાનક બંધ કરવામાં આવ્યો છે? તે અંગે કોર્ટમાં જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે.

રાજ્યના અન્ન અને નાગરીક પુરવઠા કચેરીના પરિપત્ર બાદ હવે ઓનલાઈન પોર્ટલ પર જોવા મળેલ ઉકત સવલતમાં પરમીટ મુજબના મળવાપાત્ર ઘઉં તથા ચોખાના જથ્થાના પાર્શિયલ ઈશ્યુ બાબતે અંશત: જથ્થો આપવાની સવલત બંધ કરવામાં આવતી હોવાથી હાઈકોર્ટમાં રિટ દાખલ કરાઈ હતી. અરજદાર ગુજરાત ફેર પ્રાઈઝ શોપ્સ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોશિયેશન તરફથી દાખલ થયેલ રિટમાં રજુઆત કરવામાં આવી છે કે અંશત: જથ્થો આપવાના સ્થાને હવે એક સાથે આખો સ્ટોક આપવામાં આવશે. જેના લીધે વ્યાજબી ભાવના દુકાનદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડશે. વાજબી ભાવની દુકાન માત્ર 100 ચો.ફુટની હોવાથી જો એક સાથે આખા મહિનાનો સ્ટોક આપવામાં આવશે તો તેને રાખવામાં જગ્યાના અભાવે તકલીફ પડશે અને દુકાનદારોને સ્ટોક રાખવા માટે ગોડાઉન અથવા માલ સાચવવા ચોકીદાર રાખવો પડશે.

હાઈકોર્ટે સરકારને નોટિસ પાઠવી છે. અરજદાર દ્વારા હાઈકોર્ટમાં દલીલ કરવામાં આવી હતી કે વ્યાજબી ભાવના દુકાનદારોને ઘઉં અને ચોખાનો એક સાથે સ્ટોક આપવામાં આવશે. ત્યારે નિર્ધારિત કરતા વધુ ગ્રાહક સ્ટોક લઈ જઈ શકે છે. આ પરિપત્રના વિરોધમાં એસોશિયેશન તરફથી મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને અન્ન નાગરીક પુરવઠા વિભાગના આધિકારીઓને રજૂઆત કરાઈ હોવા છતાં પગલા ન લેવાતા હાઈકોર્ટમાં રિટ દાખલ કરવામાં આવી છે. આગામી સુનાવણીમાં સરકાર સમગ્ર મુદ્દે પોતાનો જવાબ રજુ કરશે.
Published by:Ashish Goyal
First published:

Tags: સરકાર, હાઇકોર્ટ

આગામી સમાચાર