Home /News /gujarat /

અમદાવાદઃ ખેતલાઆપા ટી સ્ટોલને કોર્ટનો સમય બગાડવા બદલ 1 લાખનો દંડ

અમદાવાદઃ ખેતલાઆપા ટી સ્ટોલને કોર્ટનો સમય બગાડવા બદલ 1 લાખનો દંડ

ફાઇલ તસવીર

હાઇકોર્ટે ખેતલાઆપા ટી સ્ટોલના સંચાલકોને રૂપિયા એક લાખનો દંડ ફટકાર્યો હતો, સાથે જ સરકારી જમીન પર દબાણ હટાવવા આદેશ કર્યો.

    સંજય જોષી, અમદાવાદઃ સૌરાષ્ટ્ર બાદ અમદાવાદીઓમાં ચાનું ઘેલું લગાડનારા ખેતલાઆપા ટી સ્ટોલને હાઇકોર્ટ મોટો ઝટકો આપ્યો છે. હાઇકોર્ટમાં ખોટી રીતે અરજી કરવા તથા સરકારી જમીન પર ખોટી રીતે દબાણ કરવાના કેસમાં હાઇકોર્ટે ખેતલાઆપા ટી સ્ટોલને રૂપિયા 1 લાખનો દંડ ફટકાર્યો છે.

    પ્રાપ્ત વિગત પ્રમાણે અમદાવાદના એસજી હાઇવે પર આવેલા ખેતલાઆપા ટી સ્ટોલના સંચાલકોને હાઇકોર્ટે મોટો ઝટકો આપી રૂપિયા એક લાખનો દંડ ફટકાર્યો છે. કોર્ટે ખોટી રીતે સરકારી જમીન પર દબાણ કરી ટી સ્ટોલ ચલાવવા બદલ અને નાહકની ખોટી અરજી કરી કાયદાની પ્રક્રિયાનો દુરુપયોગ કરી કોર્ટનો સમય બગાડવા બદલ ઉધડો લીધો હતો.

    અહીં ક્લિક કરી વાંચોઃ વિદેશમાં રહેવાનું સપનું છે તો, આ દેશોમાં મળી રહ્યું છે માત્ર 100 રૂપિયામાં ઘર

    હાઇકોર્ટે ખેતલાઆપા ટી સ્ટોલના સંચાલકોને રૂપિયા એક લાખનો દંડ ફટકાર્યો હતો, સાથે જ સરકારી જમીન પર દબાણ હટાવવા આદેશ કર્યો હતો, સાથે જ તંત્રને તાત્કાલિક જમીનનું પજેશન પાછું લેવા માટે આદેશ કર્યો હતો.
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: Ahmadabad, હાઇકોર્ટ

    આગામી સમાચાર