Home /News /gujarat /

સ્મૃતિ ઈરાનીની ગ્રાન્ટના દુરુપયોગ માટે જવાબદાર અધિકારી સામે ફોજદારી કરવા HCમાં રીટ

સ્મૃતિ ઈરાનીની ગ્રાન્ટના દુરુપયોગ માટે જવાબદાર અધિકારી સામે ફોજદારી કરવા HCમાં રીટ

અરજદાર તરફથી આજે રજૂઆત કરવામાં આવી હતી કે, સરકારી અધિકારીઓ જ સરકારી ગ્રાન્ટનો દુરૃપયોગ કરે તેવા કિસ્સામાં ત્રણ પ્રકારે કાર્યવાહી કરવાની હોય છે. ફોજદારી કાર્યવાહી, ખાતાકીય કાર્યવાહી અને દીવાની કાર્યવાહી

અરજદાર તરફથી આજે રજૂઆત કરવામાં આવી હતી કે, સરકારી અધિકારીઓ જ સરકારી ગ્રાન્ટનો દુરૃપયોગ કરે તેવા કિસ્સામાં ત્રણ પ્રકારે કાર્યવાહી કરવાની હોય છે. ફોજદારી કાર્યવાહી, ખાતાકીય કાર્યવાહી અને દીવાની કાર્યવાહી

  રાજ્ય સભાના તત્કાલિન સાંસદ તરીકે સ્મૃતિ ઇરાનીને અપાયેલી ગ્રાન્ટનો આણંદ જિલ્લામાં દુરૃપયોગ થયો હોવાનો આક્ષેપ કરતી જાહેર હિતની રિટમાં અરજદાર દ્વારા આ કેસમાં જવાબદાર ત્રણ અધિકારીઓ સામે ફોજદારી કાર્યવાહી કરવાની માગણી કરવામાં આવી છે.

  અરજદાર તરફથી આજે રજૂઆત કરવામાં આવી હતી કે, સરકારી અધિકારીઓ જ સરકારી ગ્રાન્ટનો દુરૃપયોગ કરે તેવા કિસ્સામાં ત્રણ પ્રકારે કાર્યવાહી કરવાની હોય છે. ફોજદારી કાર્યવાહી, ખાતાકીય કાર્યવાહી અને દીવાની કાર્યવાહી એટલે કે ગુરૃપયોગ કરાયેલી રકમ રિકવર કરવાની કામગીરી. સરકારે હજુ સુધી ખાતાકીય કાર્યવાહી અને રકમ રિકવર કરવાની કાર્યવાહી જ હાથ ધરી છે. તેમાં પણ કૌભાંડ બહાર આવ્યાના દોઢ વર્ષ બાદ આ અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની મંજૂરી સરકારે આપી હતી. સરકાર શા માટે ફોજદારી કાર્યવાહી કરવામાં વિલંબ કરી રહી છે તે જાણવું જરૃરી છે.

  અગાઉ રાજ્ય સરકારે રજૂઆત કરી હતી કે, આ કેસમાં આણંદના ડિસ્ટ્રીક્ટ પ્લાનિંગ ઓફિસર સી.આર. બીરાઇ, ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર એ.ડી. રાઠોડ અને ડેપ્યુટી એકાઉન્ટન્ટ હિના ડી. પટેલ સામે ખાતાકીય કાર્યવાહી આરંભી ચાર્જશીટ કરવામાં આવી છે. આ ઉપરાંત સંસ્થાઓને કામગીરીનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો તેમના ચાર બેન્ક ખાતા સીઝ કરવામાં આવ્યા છે. તેમની પાસેથી લેણી નીકળતી રકમની વસૂલાત માટે હવે કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

  જાહેર હિતની અરજીમાં રજૂઆત છે કે, સ્મૃતિ ઇરાની ગુજરાતના રાજ્યસભા સાંસદ હતા ત્યારે તેમણે નોડલ ડિસ્ટ્રીક્ટ તરીકે આણંદ પસંદ કરી ત્યાંના મઘરોલ ગામને સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ દત્તક લીધુ છે. ગામને આદર્શ ગ્રામ તરીકે વિકસિત કરવા તેમને ગ્રાન્ટ મળી છે. ઉપરાંત એમ.પી.એલ.એ.ડી. (મેમ્બર ઓફ પાર્લામેન્ટ લોકલ એરિયા ડેવલોપમેન્ટ) ગ્રાન્ટમાં ઘણાં દુરૃપયોગ થયા છે. વિકાસકાર્યો માટેની ગ્રાન્ટ રાજકીય પ્રભાવ હેઠળ એક સહકારી મંડળીને આપવામાં આવી છે. આ ઉપરાંત સરકારી નિયમ પ્રમાણે બાંધકામ કે કાર્ય પૂર્ણ થયા હોવાનું સર્ટિફિકેટ રજૂ થયા બાદ ગ્રાન્ટની રકમ ચૂકવવામાં આવે છે. જ્યારે આ કામોની રકમની ચૂકવણી સર્ટિફિકેટ વગર થઇ છે ઉપરાંત ચૂકવણી માટે સ્મૃતિ ઇરાનીના પી.એ.એ સરકારી કર્મચારીઓને ફોન કર્યા હોવાનો આક્ષેપ પણ રિટમાં કરવામાં આવ્યો છે.

  શારદા મઝદૂર કામદાર સહકારી મંડળી પણ આ રિટમાં પ્રતિવાદી છે અને તેણે આ ગામમાં વિકાસ કાર્યોનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો. મંડળીનું બેન્ક ખાતું સીઝ કરવામાં આવ્યું છે. મંડળી તરફથી આજે હાઇકોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે, બેન્ક ખાતામાં રૃપિયા ૯૫ લાખની રકમ છે તેથી બેન્ક ખાતું સીઝ ન થવું જોઇએ. મંડળીને બાંધકામના જે પણ કામ સોંપવામાં આવ્યા હતા તે પૂર્ણ કર્યા છે અને આ બાંધકામોના ઉદઘાટનના ફોટોગ્રાફ પણ અમારી પાસે છે. હાઇકોર્ટે આ રજૂઆતની ટીકા કરતા કહ્યું હતું કે આવા બાંધકામોના એકવાર ફોટોગ્રાફ પડયા પછી ત્યાં કંઇ હોતું નથી. મંડળી ઇચ્છે તો આ અંગે કલેક્ટર સમક્ષ રજૂઆત કરી શકે છે.
  Published by:kiran mehta
  First published:

  Tags: પીઆઇએલ, હાઇકોર્ટ

  આગામી સમાચાર