Home /News /gujarat /

સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતને જોડતો હાઇવે રૂ 1700 કરોડનાં ખર્ચે સિક્સ-લેન બનશે

સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતને જોડતો હાઇવે રૂ 1700 કરોડનાં ખર્ચે સિક્સ-લેન બનશે

પ્રતિકાત્મક તસવીર

આજે રૂ ૪૮ કરોડના ખર્ચે નિર્માણાધિન ગલીયાણા બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું. બગોદરા-તારાપુર-વાસદ માર્ગ સિક્સ-લેન બનાવવાની કામ પ્રગતિમાં છે.

    અમદાવાદ: રાજ્યના માર્ગ અને મકાન વિભાગ તથા ગુજરાત રાજ્ય માર્ગ વિકાસ નિગમ દ્વારા બગોદરા-તારાપુર-વાસદના છ માર્ગિય રસ્તાનું કામ ચાલુ છે ત્યારે સાબરમતી નદી પર બગોદરા-તારાપુર અને વાસદને જોડતા ગલીયાણા ખાતે રૂા. ૪૮ કરોડના ખર્ચે તૈયાર થયેલાં પુલનું આજે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે લોકાર્પણ કર્યું હતું. તેમની સાથે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ઉપસ્થિત રહ્યા હતા.

    નીતિન પટેલે કહ્યું કે, લોકોની રજૂઆત હતી કે, દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્રની મુસાફરી બહુ લાંબી થઇ પડે છે ત્યારે બગોદરા-તારાપુરથી વાસદના માર્ગને છ માર્ગિય બનાવી ઝડપી મુસાફરી માટેનાં માર્ગ મોકળા કરી દેવામાં આવ્યા છે. આ છ માર્ગિય (સિક્સ લેન) સુઆયોજિત આંતરમાળખાકીય પરિવહનને કારણે ઇંધણ, સમયમાં ઘટાડો થશે. સાથે સાથે અકસ્માતોની સંભાવના પણ ઘટશે.

    તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આવનારા બે વર્ષના ટૂંકાગાળામાં બે તબક્કામાં છ માર્ગિય રસ્તાઓનું કામ પૂર્ણ કરવામાં આવશે. જેમાં બગોદરાથી તારાપુરનો ૫૩.૮૦૦ કિ.મી.નો રસ્તો અંદાજિત રૂા. 649 કરોડના ખર્ચે તૈયાર થશે. જ્યારે બીજા તબક્કામાં તારાપુરથી વાસદ સુધીનો 48.10 કિ.મી.ના છ માર્ગિય રસ્તાનું કામ અંદાજે રૂા. 1005 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવશે. જેનાથી પરિવહન વ્યવસ્થા વધુ સરળ બની રહેશે જેનો અંદાજે રૂા. 1700 કરોડનો ખર્ચ થશે,”.
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: Infrastructure, Saurashtra, ગુજરાત, દક્ષિણ ગુજરાત, ભારત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन