Home /News /gujarat /

હવામાન ખાતાની આગાહી, હજુ રાજ્યમાં પાંચ દિવસ પડશે ભારે વરસાદ

હવામાન ખાતાની આગાહી, હજુ રાજ્યમાં પાંચ દિવસ પડશે ભારે વરસાદ

ફાઇલ ફોટો

    સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ યથાવત્ છે ત્યારે હવામાન વિભાગે ફરી સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના મતે અપર એર સાયક્લોનિક સરક્યુલેશન દક્ષિણ ગુજરાત પર છે અને દક્ષિણ ગુજરાત પરથી ઉતર ગુજરાત તરફ જશે. જેના કારણે ઉતર ગુજરાતમાં પણ સારો વરસાદ પડશે. આ સિસ્ટમ સક્રિય હોવાના કારણે હજુ પણ ગુજરાતમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદ પડશે.

    હવામાન વિભાગે જણાવ્યુ છે કે દાહોદ,પંચમહાલ,વડોદરા,મહિસાગર,અરવલ્લી, છોટા ઉદયપુર, આણંદ, ખેડા, ડાંગ, તાપી, ભરૂચ, નર્મદા, ભાવનગર,રાજકોટ,બોટાદ જિલ્લામાં ભારે વરસાદ પડશે. જ્યારે વલસાડ,નવસારી,સુરત, સોમનાથ, અમરેલી અને જુનાગઢ જિલ્લામાં અતિભારે વરસાદ આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 23 જુલાઈના પશ્ચિમ બંગાળમાં લો પ્રેશર સર્જાશે અને લો પ્રેશરના કારણે પણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Gujrat, વરસાદ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन