Home /News /gujarat /

24 કલાકમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ, બરવાળામાં સૌથી વધારે 15 ઇંચ, ડેમોમાં નવા નીરની આવક

24 કલાકમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ, બરવાળામાં સૌથી વધારે 15 ઇંચ, ડેમોમાં નવા નીરની આવક

ન્યારા ગામ રાજકોટ

છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 98 જગ્યાએ ચાર ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. રાજ્યમાં 228 જગ્યાએ એક ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે.

    ન્યૂઝ18 ગુજરાતી : છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. રાજ્યના તમામ 33 જિલ્લા અને તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં નોંધાયો છે. શનિવારે સવારે છ વાગ્યે પૂરા થતાં 24 કલાક દરમિયાન બરવાળામાં 15 ઇંચ વરસાદ નોંધાયો છે.

    98 જગ્યાએ ચાર ઇંચ કરતા વધારે વરસાદ

    છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 98 જગ્યાએ ચાર ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. રાજ્યમાં 228 જગ્યાએ એક ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. રાજ્યમાં ગીર-સોમનાથ જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. ગીર સોમનાથને બાદ કરતા અન્ય જગ્યાએ સારો વરસાદ નોંધાયો છે.



    રાજ્યના વિવિધ જળાશયોની સ્થિત:

    સાબરકાંઠા : હિંમતનગરની હાથમતી નદીમાં નવા પાણીની આવક, હાથમતી વેસ્ટ વિઅર પરથી પાણી નીકળી રહ્યું છે. હાથમતી નદી થઈ બે કાંઠે વહી રહી છે.

    અરવલ્લી : મેશ્વો નદી પર કોઝવે પર મોટું ગાબડું પડ્યું છે. મોડાસાના મહાદેવગ્રામ-ગોખરવા પર કોઝવે તૂટ્યો છે. 10 ગામોના વાહન વ્યવહારને અસર પહોંચી છે. મેશ્વો નદીના જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે.



    બોટાદ : બરવાળાના ખાભડા ડેમ ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદ પડતાં નવા નીરની આવક થઈ છે. 12 વર્ષ બાદ ખાભડા ડેમ ભરાયો છે. ડેમમાં પાણી આવતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઇ ગઈ છે.

    મેશ્વો કોઝવેમાં ગાબડું


    નર્મદા : સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં હાલ ઘટાડો થયો છે. ઉપરવાસમાંથી 2.71 લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જ્યારે 4.60 લાખ ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે. હાલ ડેમની સપાટી 130.91મીટર પર પહોંચી છે. હાલ ડેમના 15 દરવાજા ખુલ્લા છે.

    સુરત : સુરત શહેરનો વિયર કોઝવે ઓવરફ્લો થયો છે. કોઝવેની ભજનક સપાટી 6 મીટર છે, હાલ કીઝવે 9 મીટરથી ઓવરફ્લો થઈ રહ્યો છે.

    જૂનાગઢમાં વરસાદ


    વડોદરાઃ આજવા સરોવરની સપાટી 212.85 ફુટ પર પહોંચી છે. જ્યારે ડેમની ભયજનક સપાટી 214 ફુટ છે. વિશ્વામિત્રી નદી હાલ 25 ફુટ પર વહી રહી છે, નદીની ભયજનક સપાટી 26 ફુટ છે.

    બનાસકાંઠા : ઉપરવાસમાં ભારે વરસાદના પગલે દાંતીવાડા ડેમમાં પાણીની આવક થઈ છે. દાંતીવાડા ડેમમાં 4300 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ડેમની હાલની સપાટી 550.20 ફૂટ છે. ડેમમાં 24 કલાકમાં અઢી ફૂટ પાણી વધ્યું છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Heavy rain, IMD, ગુજરાત, ચોમાસુ, વરસાદ

    આગામી સમાચાર