Home /News /gujarat /

રાજ્યમાં 8 જીલ્લામાં અતિભારે અને 20 જીલ્લામાં ભારે વરસાદની આગાહી

રાજ્યમાં 8 જીલ્લામાં અતિભારે અને 20 જીલ્લામાં ભારે વરસાદની આગાહી

ભારતીય હવામાન વિભાગના મહાનિર્દેશક કે. જે. રમેશે સ્પષ્ટ રીતે કહ્યું છે કે, આ વર્ષે સારો વરસાદ થઈ શકે છે. જોકે, તેમણે એ પણ કહ્યું છે કે, હાલમાં ચોમાસાની પેટર્ન વિશે બોલવું ઉતાવળ કહેવાય. પરંતુ અલનીનોના મુદ્દા પર તેમણે કહ્યું કે, કોઈ પણ હજુ મજબૂત અલનીનોની વાત નથી કરી રહ્યું. પ્રશ્ન એ છે કે, શું પરિસ્થિતિ ફરીથી બદલાવા લાગી છે.

રાજ્યભરમાં આજે વરસાદી માહોલ સર્જાયો છે. રાજ્યના 228 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ ખેડાના કપડવંજમાં નોંધાયો છે.

  હવામાન વિભાગે રાજ્યમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. આ સાથે દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ આરેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને ધ્યાનમાં લઈને રાજય સરકાર દ્વારા NDRFની પાંચ ટીમ તૈનાત કરાઈ છે. આકસ્મિક આફતને પહોંચી વળવા માટે NDRFની વધુ બે ટીમો અજમેર ખાતેથી મંગાવાઈ છે. જેમાં એક ટીમ પાલનપુર રહેશે જ્યારે એક ટીમ ગાંધીનગર ખાતે સ્ટેન્ડ ટુ રખાશે.

  હવામાન વિભાગે શું કરી છે આગાહી?
  તમને જણાવી દઈએ કે, હવામાન ખાતાએ રાજયના 20 જીલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે, જેમાં બનાસકાંઠા, પાટણ, આણંદ, તાપી, મહેસાણા, અમદાવાદ, નર્મદા, ડાંગ, રાજકોટ, ગાંધીનગર, બરોડા, જુનાગઢ, પોરબંદર, મોરબી, દ્વારકા, સોમનાથ, બોટાદ, સુરેન્દ્રનગર, કચ્છ સહીતના જિલ્લાઓ શામેલ છે. જયારે પંચમહાલ, અમરેલી, ભાવનગર, ખેડા, ગોધરા, અરવલ્લી, સુરત સહીતના જીલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે.

  ઉલ્લેખનીય છે કે, રાજ્યભરમાં આજે વરસાદી માહોલ સર્જાયો છે. રાજ્યના 228 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ ખેડાના કપડવંજમાં નોંધાયો છે. કપડવંજમાં 6 ઈંચ વરસાદ નોંધવામાં આવ્યો છે. આ સિવાય પંચમહાલ જીલ્લામાં પણ વરસાદે સારી બેટિંગ કરી છે. ક્યાંક ખુશી તો ક્યાંક ગમનો માહોલ સર્જાયો છે. તો ડાંગ જીલ્લામાં બે લોકો તણાયા હતા, આ બાજુ છોટાઉદેપુરમાં બે મકાન ધરાશાયી થતા બે લોકોના મોત નિપજ્યા છે. ભારે વરસાદના કારણે પંચાયતોના 34 રસ્તાઓને નુકશાન પહોંચ્યું હોવાના સમાચાર મળી રહ્યા છે. જ્યારે 81 ગામોમાં વીજ પુરવઠાને અસર પહોંચી છે.

  રાજ્યના ઓલઓવર વરસાદી માહોલની ટુંકમાં વાત કરીએ તો, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર રિએન્ટ્રી કરી છે. ત્યારે અંબાજીમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો. જેને પગલે અંબાજીના માનસરોવર કુંડમાં પાંચ ફૂટ જેટલુ પાણી ભરાઇ ગયું હતું. તો અરવલ્લી જિલ્લામાં માલપુર તાલુકામાં એક કલાકમાં 3.5 ઇંચ વરસાદ વરસ્યો હતો. ભિલોડામાં પણ એક કલાકમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે. આ બાજુ મેઘરજ તાલુકામાં સર્વત્ર 2 ઇંચ, ધનસુરા, બાયડ તેમજ શામળાજી સહિત સમગ્ર તાલુકાઓમાં પણ વરસાદ વરસ્યો હતો. પાટણ જિલ્લાના સમી, સાંતલપુર, રાધનપુર, વારાહી, સરસ્વતિ તથા સિદ્ધપુર તાલુકાઓમાં પણ વરસાદનું આગમન થયું હતું.

  આ બાજુ, સાબરકાંઠા જિલ્લામાં 25 દિવસ બાદ ધોધમાર વરસાદ વરસ્યો છે, જેને પગલે નેશનલ હાઈવે નંબર 8 પર મોતીપુરાથી લઈને પોલીટેકનીક સુધી પાણી ભરાયા હતા. આ બાજુ પંચમહાલ જિલ્લામાં પણ વિરામ બાદ મેઘરાજાએ ફરી બીજી ઈનિંગમાં ધમાકેદાર બેટિંગ કરી. ગોધરામાં જળબંબાકાર વરસાદને કારણે ઘૂંટણ સમાણા પાણી ભરાયા હતા, ગોધરામાં પાંચ ઈંચ વરસાદ નોંધાયો છે. તમને જણાવી દઈએ કે, મેશરી નદી હાલ બે કાંઠે વહી રહી છે. તો આ તરફ સુરેન્દ્રનગરના લીંબડી ખાતે નવનિર્મિત ST ડેપોમાં ચારે બાજુ ઉપરથી વરસાદી પાણી ભરાયા હતા. તાજેતરમાં જ કરોડોના ખર્ચે બનેલા ST ડેપોમાં વરસાદી પાણી ઘૂસતા કામગીરી સામે સવાલો ઉઠ્યા હતા.

  ક્યાં કેટલો વરસાદ નોંધાયો?

  Published by:kiran mehta
  First published:

  Tags: Gujarat heavy rain, Heavy rain forecast

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन