Home /News /gujarat /

કોલ્ડવેવની આગાહીઃ મોટા ભાગના શહેરમાં તાપમાન 10 ડિગ્રી નીચે

કોલ્ડવેવની આગાહીઃ મોટા ભાગના શહેરમાં તાપમાન 10 ડિગ્રી નીચે

ત્રણ દિવસ કોલ્ડવેવની આગાહી

ભારે ઠંડીની આગાહી વચ્ચે રાજ્યના મોટા ભાગના શહેરોમાં પારો ગગડીને 10 ડિગ્રી નીચે સુધી પહોંચ્યો છે.

    ન્યૂઝ18 ગુજરાતીઃ ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી કોલ્ડવેવની આગાવી વચ્ચે શુક્રવારે રાજ્યનું પાટનગર ગાંધીનગર 6.2 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું હતું. જ્યારે કચ્છના નલિયાનું તાપમાન 6.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ભારે ઠંડીની આગાહી વચ્ચે રાજ્યના મોટા ભાગના શહેરોમાં પારો ગગડીને 10 ડિગ્રી નીચે સુધી પહોંચ્યો છે. અમદાવાદ ખાતે શુક્રવારે તાપમાન 9.8 ડિગ્રી રહ્યું હતું.

    આગામી 3-4 દિવસ ગરમ કપડાં પહેરીને જ રાખજો

    રાજ્યમાં છેલ્લા એક બે દિવસથી રાજ્યમાં ઠંડીનો જોર વધ્યું છે. પવનની સાથે ઠંડી પડી રહી છે. લોકોને દિવસે પણ ગરમ કપડાં પહેરી રાખવાની ફરજ પડી રહી છે, એવામાં હવામાન ખાતાએ આગાહી કરી છે કે આગામી ત્રણથી ચાર દિવસ સુધી રાજ્યમાં કોલ્ડ વેવની સ્થિતિ સર્જાશે. જેમાં ઠંડીની સાથે સાથે ઠંડો પવન પણ ફૂંકાશે.

    હવામાન ખાતાએ આગાહી કરી છે કે આગામી 4 દિવસ સુધી રાજ્યમાં ભારે ઠંડી વર્તાશે. આવી સ્થિતિને હવામાન ખાતાની ભાષામાં કોલ્ડવેવ કહેવામાં આવે છે. જેમાં ભારે ઠંડી પડવાની સ્થિતિ સર્જાય છે. હવામાન ખાતાનું કહેવું છે કે અમદાવાદ, ગાંધીનગર, સુરત, વલસાડ, કચ્છ અને ભાવનગર જિલ્લામાં કોલ્ડવેવ રહેશે.

    દેશના ઉત્તર-પૂર્વિય ભાગોમાં સતત હિમવર્ષાને કારણે સમગ્ર ઉત્તર ભારતમાં હાડ થીજવી દે તેવી ઠંડી પડી રહી છે. આની જ અસરને કારણે ગુજરાતના વિવિધ શહેરોના તાપમાનમાં બે દિવસ દરમિયાન એકથી ત્રણ ડિગ્રી સુધીનો નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે તેમજ સમગ્ર રાજ્યમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે.

    કયા શહેરમાં કેટલું તાપમાન

    ગાંધીનગર : 6.2 ડિગ્રી
    નલિયા : 6.4 ડિગ્રી
    અમરેલી : 7.5 ડિગ્રી
    ડીસા : 7.7 ડિગ્રી
    દીવ : 8.1 ડિગ્રી
    વલસાડ : 8.5 ડિગ્રી
    મહુવા : 8.9 ડિગ્રી
    કંડલા અને વડોદરા : 9.2 ડિગ્રી
    અમદાવાદ : 9.8 ડિગ્રી
    ભાવનગર : 10.2 ડિગ્રી
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: COLD, Cold Wave, Temperature, Winter, અમદાવાદ, ગુજરાત, હવામાન

    આગામી સમાચાર