Home /News /gujarat /તાપનું તાંડવ: અસહ્ય ગરમીથી શેકાયા લોકો, અમદાવાદમાં 47 ડિગ્રી

તાપનું તાંડવ: અસહ્ય ગરમીથી શેકાયા લોકો, અમદાવાદમાં 47 ડિગ્રી

    રાજ્યમાં ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. જેમાં ખાસ કરીને અમદાવાદમાં ગરમીએ માઝા મુકી છે અને અંગ બાળતી ગરમીમાં લોકો શેકાય રહ્યાં છે. દ્વીચક્રીય વાહનો પર અને પગપાળા પસાર થવું મુશ્કેલ બન્યું હતું. અમદાવાદમાં સિઝનનું સૌથી વધું 47 ડિગ્રી તાપમાન  નોંધાયું હતું. જો કે રજાનો દિવસ હોવાથી લોકોએ ઘર બહાર નિકળવાનું ટાળ્યું હતું. જ્યારે ગુજરાતના અન્ય શહેરોમાં પણ અગનવર્ષા થઈ હતી.

    ગાંધીનગરમાં પણ ગરમીનો પારો 46 ડિગ્રીએ પહોંચી ગયો હતો. રાજ્યમાં મહત્તમ શહેરોના તાપમાનનો પારો 45 ડિગ્રીથી 47 ડિગ્રી રહ્યો હતો. જેને લઈને લોકો ગરમીથી પરેશાન થઈ ગયા હતા. આમ ગરમીનું પ્રમાણ સતત વધતાં જાણે આકાશમાંથી અગનવર્ષા થઈ રહી હોય એવી અનુભૂતિ થઈ રહી છે. આજે રાજ્યમાં મહત્તમ તાપમાનમાં વધારો નોંધાયો છે.

    રાજ્યન અન્ય શહેરોના તાપમાન પર એક નજર કરીએ.....
    શહેરતાપમાન
    અમદાવાદ47
    ગાંધીનગર46
    રાજકોટ43
    અમરેલી46
    સુરેન્દ્રનગર46
    સુરત40
    વડોદરા45
    ભાવનગર43

    તાપમાનમાં વધારો થતાં બપોરના સમયે રસ્તાઓ પર આકાશમાંથી જાણે અગનવર્ષા ન થતી હોય lતેવુ લાગી રહ્યું છે.   ગરમીના કારણે બફારાનું અને રોગચાળાનું પ્રમાણ પણ વધી રહ્યું છે. સરકારી અને ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઊભરાવા લાગી છે. આવનારા દિવસોમાં હજી વધુ ગરમી પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે.

    તબિબોની સલાહ પ્રમાણે બપોરના સમયે ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઇએ. ગરમીથી બચવા માટે તડકામાં સફેદ વસ્ત્રો પહેરવા જોઇએ. અને ખુલ્લા ખોરાક, અશુદ્ધ આહાર અને અશુદ્ધ પાણી પીવાથી બચવું જોઇએ.
    Published by:Nisha Kachhadiya
    First published:

    Tags: Heatwave, Hot, Summer, અમદાવાદ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन