રાજ્યમાં ગરમી ધીમે ધીમે તેના તેવર બતાવી રહી છે. આ કાળઝાળ ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી રહ્યાં છે. ગરમીનું પ્રમાણ સતત વધતાં જાણે આકાશમાંથી અગનવર્ષા થઈ રહી હોય એવી અનુભૂતિ થઈ રહી છે. આજે રાજ્યમાં મહત્તમ તાપમાનમાં વધારો નોંધાયો છે.
તાપમાનમાં વધારો થતાં બપોરના સમયે રસ્તાઓ પર આકાશમાંથી જાણે અગનવર્ષા ન થતી હોય lતેવુ લાગી રહ્યું છે. ગરમીના કારણે બફારાનું અને રોગચાળાનું પ્રમાણ પણ વધી રહ્યું છે. સરકારી અને ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઊભરાવા લાગી છે. આવનારા દિવસોમાં હજી વધુ ગરમી પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે.
આગામી 48 કલાક તાપમાન યથાવત્ રહેશે અને રાજ્યમાં 44 ડિગ્રી તાપમાન રહે તેવી આગાહી કરવામાં આવી છે. આ સાથે જ સાગર સાયક્લોનને લઈ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
રાજ્યના તાપમાન પર એક નજર કરીએ....
શહેર
તાપમાન
અમદાવાદ
43.3
ગાંધીનગર
44.0
વડોદરા
41.0
અમરેલી
43.3
રાજકોટ
43.5
તબિબોની સલાહ પ્રમાણે બપોરના સમયે ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઇએ. ગરમીથી બચવા માટે તડકામાં સફેદ વસ્ત્રો પહેરવા જોઇએ. અને ખુલ્લા ખોરાક, અશુદ્ધ આહાર અને અશુદ્ધ પાણી પીવાથી બચવું જોઇએ.