ગુજરાતમાં અતિશય કાળઝાળ ગરમી પડી રહી છે. અંગ દઝાડતી ગરમીમાં લોકોને ચક્કર, ઉલટી થવાના બનાવો બની રહ્યાં છે. પારાવાર ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે. ત્યારે આગામી સમયમાં રાજ્યમાં 42થી 43 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. આ સાથએ પવનમાં ભેજ વધતા બફારાનું પ્રમાણ વધશે.
અમદાવાદમાં 41 ડિગ્રીની આસપાસ તાપમાન રહે તેવી સંભાવના છે આમ જના કારણે તાપમાન નીચું રહેવા છતાં ગરમી વધશે. જેને લઈને લોકોને ગરમીનો મારો સહન કરવો પડશે.
રાજ્યના અન્ય શહેરોના તાપમાન પર એક નજર કરીએ...
શહેર
તાપમાન
અમદાવાદ
42.6
રાજકોટ
42.9
સુરેન્દ્રનગર
42.8
ગાંધીનગર
42.6
વડોદરા
40.6
ભુજ
40.4
કંડલા એરપોર્ટ
42.2
તો વધતી જતી ગરમીના કારણે લોકો બિમાર થઈ રહ્યાં છે. અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગના ચોપડે નોંધાયેલા કેસ વિશે વાત કરીએ તો...