ગ્લોબલ વોર્મિંગ અસર કારણે ગરમીની ફિક્વન્સી વધી રહી છે, અને વર્ષો વર્ષના ગરમીના રેકોર્ડ તુટી રહ્યા છે..ત્યારે હજુ પણ બે દિવસ હિટવેવની આગાહી કરી છે. જો કે ઉનાળામાં દરિયા કિનારાના વિસ્તારનુ તાપમાન સામાન્ય રહેતુ હોય છે, પરંતુ ચાલુ વર્ષે સૌથી વધુ ગરમી દરિયા કિનારાના વિસ્તારોમાં પડી રહી છે. સાથે સાથે શહેરી વિસ્તારોમા પણ ગરમીનુ પ્રમાણ વધી રહ્યુ છે. અસહ્ય ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા, ત્યારે પક્ષીઓ પર પણ ગરમીની ગંભીર અસર પડી છે.
ઉનાળો શરુ થયો ત્યારથી પક્ષીઓની હાલત ખરાબ થાય છે, પણ છેલ્લા બે થી ત્રણ દિવસથી હિટવેવ અને 44 ડિગ્રી આસપાસના તાપમાનના કારણે ઉડતા પક્ષીઓ નીચે પટકાય છે. જીવદયા ટ્રસ્ટમાં સેવા આપતા ડોકટર ખ્યાતિ કાપડિયાએ ન્યુઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યુ હતુ કે, 44 થી 45 ડિગ્રી તાપમાન થય રહ્યુ છે, જેના કારણે પક્ષીઓને બ્લીડીંગ થાય છે, અને આકાશમાં ઉડતા હોય ત્યારે અચાનક જ નીચે પડી જાય છે. સારવાર કેન્દ્રમાં રોજના 70 થી 75 પક્ષીઓના કેસ આવે છે. લગભગ 60 ટકા પક્ષીઓને ડી હાઈડ્રેશનની થયુ હોય છે. છેલ્લા એક મહિના 400 થી વધુ પક્ષીઓને ગરમીની અસર થઈ છે.
સારવાર કેન્દ્રમાં પક્ષીઓ આવે છે ત્યારે 5 મિનિટ બર્ડને આરામ આપવામાં આવે છે, અને ત્યાર બાદ સારવાર શરુ કરાય છે. ફલુડ થેરાપી કરવામાં આવે છે, અને થેરાપી પુર્ણ કર્યા બાદ બર્ડને ઓઆરએસનુ પાણી આપવામાં આવે છે.
તેમજ જીવદાયપ્રેમી જયદેવ પંડ્યા ન્યુઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યુ હતુ કે, ગરમીમાં પક્ષીઓની મદદ કરવી જોઈએ, ઘરની બહાર પાણીના કુંડા ભરીને રાખવા જોઈએ, જેના કારણે પક્ષીઓ કાળઝાળ ગરમીમાં પાણી મળી રહે.
ઉલેખનીય છે કે, શહેરી વિસ્તારમાંથી પક્ષી લુપ્ત થતા જાય છે. જો કે કબુતરની સંખ્યા વધુ હોવાના કારણે શહેરી વિસ્તારમાં કબુતર સૌથી વધુ જોવા મળે છે, પરંતુ વૃક્ષોનુ નિકંદન નિકળી રહ્યુ છે. ત્યારે પક્ષીઓ પણ બિલ્ડીંગ છઝામાં આસરો લેવો પડે છે. તેમજ કાચની બિલ્ડીંગો બની રહી છે. જેના કારણે સુર્યના કિરણો રિફલેક્સ થાય છે, અને ગરમીનુ પ્રમાણ વધારે થાય છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર