#અમરસિંહને લઇને સમાજવાદી પાર્ટીમાં ફરી એકવાર ધમાસાણની સ્થિતિ છે. અમરસિંહને લઇને આઝમખાન ટસના મસ થતા ન હોવાનું સામે આવી રહ્યું છે. સુત્રોનું માનીએ તો સપા પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં આ મુદ્દે વાંધો પડતાં તેઓ ચાલુ બેઠકે બહાર નીકળી ગયા હતા. આ બેઠકમાં સીએમ અખિલેશ યાદવ, રામગોપાલ યાદવ, શિવપાલ યાદવ પણ હાજર હતા.

લખનૌ #અમરસિંહને લઇને સમાજવાદી પાર્ટીમાં ફરી એકવાર ધમાસાણની સ્થિતિ છે. અમરસિંહને લઇને આઝમખાન ટસના મસ થતા ન હોવાનું સામે આવી રહ્યું છે. સુત્રોનું માનીએ તો સપા પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં આ મુદ્દે વાંધો પડતાં તેઓ ચાલુ બેઠકે બહાર નીકળી ગયા હતા. આ બેઠકમાં સીએમ અખિલેશ યાદવ, રામગોપાલ યાદવ, શિવપાલ યાદવ પણ હાજર હતા.
સુત્રોના જણાવ્યઆ અનુસાર સપા પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં અમરસિંહના નામને લઇને સહમતી બને એમ હતી. પરંતુ આઝમ ખાનના વિરોધને પગલે અમરસિંહના નામે સહમતી થઇ શકી ન હતી. જોકે સપા પ્રમુખ મુલાયમને રાજ્યસભાના નામ માટે અધિકૃત કરાયા છે. આ બેઠકમાં રાજ્યસભા માટે નામ નક્કી કરવા માટે બેઠક મળી હતી.
અમરસિંહ અને આઝમ વચ્ચેની ખેંચતતાણ જગ જાહેર છે. બંને વચ્ચેના મતભેદ પાર્ટી માટે પણ માથાનો દુખાવો બન્યો છે. અમરસિંહની પાર્ટીમાંથી વિદાય વખતે બધુ શાંત હતું પરંતુ પાર્ટીમાં પરત આવવાના મુદ્દે ભારે મતભેદ જોવા મળી રહ્યા છે.