Home /News /gujarat /અમદાવાદઃ 'બધા લઈ ગયા.. તમે રહી ગયા', vaccine અંગે જાગૃતિ ફેલાવનાર જગદીશ શાહનું સન્માન, હૃદયદ્રાવક છે કહાની

અમદાવાદઃ 'બધા લઈ ગયા.. તમે રહી ગયા', vaccine અંગે જાગૃતિ ફેલાવનાર જગદીશ શાહનું સન્માન, હૃદયદ્રાવક છે કહાની

કોરોના વેક્સીન અંગે જાગૃતિ ફેલાવનાર જગદીશ શાહનું સન્માન

Ahmedabad viral video: વેક્સીન લેવા (corona vaccine) રસ્તા વચ્ચે બૂમો પાડનાર જગદીશ શાહ પાલડી વોર્ડના અર્બન હેલ્થ સેન્ટરના (Urban Health Center of Paldi Ward) કર્મચારી છે. અમદાવાદના મ્યુનિસિપલ (AMC) કમિશનરે જગદીશ શાહનું આ પ્રશંસનીય કામગીરી માટે સન્માન કર્યું છે.

વધુ જુઓ ...
અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો (prime minister Narenda modi birthday) જન્મ દિવસ 17 સપ્ટેમ્બરે આખા દેશે ઉજવ્યો અને આ દિવસે સમગ્ર રેકોર્ડ કોરોના રસીકરણ (corona vaccination) નોંધાયું હતું. ત્યારે આ દિવસે અમદાવાદનો (Ahmedabad news) એક વીડિયો સોશિયલ મીડિયા (social media viral video) ઉપર ભારે વાયરલ થયો હતો. જેમાં એક આરોગ્ય હેલ્થ કર્મચારી રસ્તા ઉપર ઊભા રહીને બુમો પાડીને લોકોને કોરોના વેક્સીન અંગે જાગૃત કરી રહ્યા હતા. જોકે, આ વીડિયો વાયરલ થયા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નરે આ હેલ્થ કર્મચારીનું સન્માન પણ કર્યું હતું. પરંતુ હેલ્થ કર્મચારીનું આવી અનોખી રીતે જાગૃતિ ફેલાવવા પાછળનું કારણ હૃદયદ્રાવક છે.

અમદાવાદમાં રહેતા અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય ખાતામાં ફરજ બજાવતા જગદીશ શાહનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો. ત્યારબાદ અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નરે જગદીશ શાહનું આજે શુક્રવારે સન્માન કર્યું હતું. ત્યારે ન્યૂઝ18 ગુજરાતીની જગદીશ શાહની મુલાકાત લીધી હતી. અને તેમની સાથે વાતચીત કરી હતી.

જગદીશ શાહને કોરોના વેક્સીન અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે કેવી રીતે પ્રેરણા મળી એ અંગે પૂછતાં તેમણે જણાવ્યું હતું કે કોરોના કાળમાં તેમના પિતાનું અવસાન થયું હતું. અને એ સમયે કોરોના વેક્સીન ઉપલબ્ધ નથી. પરંતુ જ્યારે આજે કોરોના વેક્સીન ઉપલબ્ધ છે તો લોકોને આ અંગે કેમ જાગૃત ન કરી શકાય.

તેમના પ્રયોગથી કેવો પ્રતિસાદ મળી રહ્યો છે એ અંગે જણાવતા જગદીશ શાહે જણાવ્યું હતું કે, વીડિયો વાયરલ થયા બાદ લોકો કોરોના વેક્સીન અંગે જાગૃત પણ થયા છે. અને નજીકના અને સંબંધીઓના પણ ફોન આવ્યા છે કે વીડિયો જોયા બાદ અમે કોરોના વેક્સીન લીધી છે.



તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અત્યારે ભારતમાં હજી પણ એવા લોકો છે જેમણે પહેલો ડોઝ પણ લીધો નથી. પરંતુ મારે ભારતના તમામ નાગરીકોને નમ્ર અપિલ છે કે તેઓ કોરોના સામે લડવા માટે કોરોના વેક્સીન લઈ લે.

આ પણ વાંચોઃ-મોડાસાઃ વડાપાઉ લઇને આવું છું કહીને પોલીસકર્મી અઠવાડિયાથી છે ગુમ, ફોન બંધ આવે છે

આ આઈડિયા અંગે જગદીશ શાહે જણાવ્યું હતું કે, સામાન્ય રીતે એક એક વ્યક્તિને કોરોના રસી અંગે સમજાવવા માટે જઈએ તો ગણો સમય લાગી જાય. પરંતુ આવી રીતે લોકોને પોતાની તપસ આકર્ષી શકાય અને લોકો સામે ચાલીને કોરોના અને કોરોના રસી અંગે જાણકારી મેળવી શકે.

આ પણ વાંચોઃ-ઘોર કળિયુગ! અમદાવાદઃ પિતાએ પોતાનું મકાન માંગી લેતા પુત્ર અને પુત્રવધુએ દૂધમાં ઝેર આપી હત્યા કરી દેવાની ધમકી આપી

ઉલ્લેખનીય છે કે, 17 સપ્ટેમ્બરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં AMCનો એક કર્ચમારી વેક્સીન લેવા લોકોને અપીલ કરી રહ્યો હતો. આ કર્મચારીની અપીલ એટલી સચોટ હતી કે, તેના આ અનોખા અંદાજનો વીડિયો જોતજોતામાં વાયરલ થયો હતો. વાયરલ વીડિયો બાદ લોકોએ આ કર્મચારીના વખાણ કર્યા હતા. વેક્સીન લેવા રસ્તા વચ્ચે બૂમો પાડનાર જગદીશ શાહ પાલડી વોર્ડના અર્બન હેલ્થ સેન્ટરના કર્મચારી છે.
First published:

Tags: Ahmedabad news, Corona vaccine, Coronavirus, Gujarati News News, Latest viral video

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો