Home /News /gujarat /મેં રાહુલ સાથે મુલાકાત કરી હોત તો ભાજપે 79 બેઠક જ જીતી હોત: હાર્દિક

મેં રાહુલ સાથે મુલાકાત કરી હોત તો ભાજપે 79 બેઠક જ જીતી હોત: હાર્દિક

જ્યારે નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી પદના ઉમેદવાર હતા, ત્યારે અમે પણ તેમને વોટ આપ્યો હતો...

જ્યારે નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી પદના ઉમેદવાર હતા, ત્યારે અમે પણ તેમને વોટ આપ્યો હતો...

  પાટીદાર નેતા હાર્દિક પટેલે આજે કહ્યું કે, ગુજરાત ચૂંટણી પહેલા કોંગ્રેસ અદ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત નહીં કરવી તે એક ભૂલ હતી અને જો તેમણે મુલાકાત કરી હોત તો ભાજપ રાજ્યમાં સત્તા પર ન આવત. પાટીદાર અનામત આંદોલનના નેતા 24 વર્ષીય હાર્દિક પટેલે વધુમાં કહ્યું કે, તેમણે રાહુલ ગાંધી સાથે જો મુલાકાત કરી હોત તો, કોંગ્રેસને જરૂરથી બહુમત મળ્યો હોત.

  ઈન્ડીયા ટૂડેના કોક્લેવમાં હાર્દિકે જણાવ્યું કે, મે પહેલા પણ કહ્યું હતું અને અત્યારે પણ કહું છું. હું રાહુલ ગાંધીને મળ્યો ન હતો. જો હું મમતા બેનરજી, નીતિશકુમાર અને ઉદ્ધવ ઠાકરેને ખુલ્લેઆમ મળી શકું છું તો, રાહુલ ગાંધીને મળવામાં મને શું પ્રોબલમ હોય. તેમણે કહ્યું કે, નહીં મલવું એક ભૂલ હતી, જો રાહુલ ગાંધી સાથે મારી મુલાકાત થઈ હોત તો ભાજપ 99 નહીં પરંતુ 79 સીટો પર જ જીતી શકી હોત.

  ઉલ્લેખનીય છે કે, ડિસેમ્બર 2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજવામાં આવી હતી, જેમાં કુલ 182 બેટકમાંથી ભાજપ 99 બેઠક પર જીતી હતી. આ બાજુ કોંગ્રેસની બેટકમાં વધારો જરૂર થયો, પરંતુ બીજેપીને સત્તા પરથી તે હટાવી ન શકી. કેટલાએ દિવસો સુધી ખેંચતાણ બાદ આખરે હાર્દિક પટેલે નવેમ્બરના અંતમાં જાહેરાત કરી હતી કે, પાટીદાર અનામત આંદોલન સમિતી ગુજરાત ચૂંટણીમાં કોંગ્રેસનું સમર્થન કરશે. કોંગ્રેસે પટેલો માટે અનામત સમિતીની માંગ માની લીધી હતી. હાર્દિકે કહ્યું કે, જ્યારે નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી પદના ઉમેદવાર હતા, ત્યારે અમે પણ તેમને વોટ આપ્યો હતો. અમે વિચાર્યું હતું કે, આ દેશના યુવાનોને રોજગાર મળશે. આ દેશના ખેડૂતોને પોતાના પાકના સારા પૈસા મળશે, પરંતુ આમાંનું કશું જ ન થયું.
  Published by:kiran mehta
  First published:

  Tags: During, Hardik, Met, Not, Power, Said, Would, ભાજપ

  विज्ञापन
  विज्ञापन