Home /News /gujarat /

ભત્રીજા હાર્દિકે લખ્યો નીતિન કાકાને પત્ર, તમારા હજાર ગુના જતા કરીને હું તમારી સાથે

ભત્રીજા હાર્દિકે લખ્યો નીતિન કાકાને પત્ર, તમારા હજાર ગુના જતા કરીને હું તમારી સાથે

આજે સવારે નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સ કરીને નારાજગી દૂર થયાની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે સવારે અમિત શાહનો ફોન આવ્યો હતો અને મને શોભે તેવા ખાતા આપવાની વાત કરી છે. આ સાથે જ બીજી બાજુ હાર્દિક પટેલે નીતિન પટેલને લખેલો એક પત્ર સામે આવ્યો છે. જેમાં પાટીદારો તમારી સાથે છે તેવી વાત કરી હતી. તેણે લખ્યું છે કે પાસની લડાઈમાં તમે અમને ટેકો ન આપ્યો હોય છતાં હું તમારી સાથે છું.

હાર્દિકે પોતાના લેટરમાં લખ્યું હતું કે, આપ દુઃખી છો તે જાણીને હું પણ ઘણો દુઃખી થયો છું. કારણ કે તમે મારા વડીલ છો. તમે ભલે અમારી અનામત અને પ્રજાની મુશ્કેલીની માંગણી સ્વિકારી ન હોય. તમે ભલે અમને જેલમાં મોકલી આપ્યા હોય. તમારી સરકારે ભલે મારા પ્રિયજનનો પર લાઠી ફટકારી હોય. તમારી સરકારે ભલે મહેસાણાની માતાઓને ઘરમાં જઈને અપશબ્દો બોલ્યા હોય. તે મારાથી ભુલાય તેમ નથી. તેમ છતાં પણ હું તમારી સાથે છું. તમને મારો ટેકો છે. તમે જે કરી રહ્યાં છો તે આત્મ સન્માન માટે કરી રહ્યાં છો, તો પછી પાસની લડાઈ પણ આત્મ સન્માન માટેની છે. તેને ભલે તમે ટેકો આપ્યો ન હોય, પણ હું મારી સાથે છું. તમે ભલે અમારી સાથે ન રહ્યં હોય, પણ હું મારી ટીમ તમારી સાથે છીએ. અમીત શાહની કુટનીતિ સાથે નથી. તમને ભલે અમને ફેંકાઈ જવાની ચીમકી આપી હોય પણ આ તમારા પક્ષે જ તમારી હાલત ફેંકી દીધા જેવી કરી છે. તમે સન્માનની લડાઈ લડી રહ્યાં છો, અમે પણ સન્માનની લડાઈ લડી રહ્યાં છીએ. તેથી અમે બધા તમારી સાથે છીએ. પણ દિલ્હીની સાથે નથી અને દિલ્હી તમારી સાથે નથી. પણ, કાકા, તમે એટલું તો કહો કે લાઠીચાર્જ કરવાનો હુકમ કરનાર અને તમને ખતમ કરનાર એક જ વ્યક્તિ છે કે નહીં ?

તમે જ્યારે હીટલરના ગોબેલ્સ પ્રચારક હતા અને પ્રવક્તા તરીકે તમારી પાસેથી આજ લોકોએ જુઠા આક્ષેપો અમારી ઉપર કરાવ્યા હતા. એક નહીં અનેક વખત. તેથી સમગ્ર ગુજરાતની પ્રજા અને ખાસ કરીને પાટીદારો તમને ભરપેટ નફરત કરતાં હતા. તમે એજ છો કે જેમણે અમને ખતમ કરવા જનરલ ડાયર અને હીટલરે પઢાવેલી પોપટી ભાષા દિલ્હીના ઈશારે તમે બોલતાં હતા. ત્યારે તમારા સમાજનું આત્મ સન્માન ક્યાં ગયું હતું ? હવે તે લોકો જ તમારી સાથે એજ ભષામાં વાત કરે છે. આજે પણ કહું છું એ કાકા એ તમારા ક્યારેય ન હતા, કેશુ બાપાના ક્યારેય થવાના નથી. ફોઈ આનંદીબેનના પણ તે હતા નહીં અને થવાના પણ નથી.

ગુજરાતનો દરેક મતદાર ઈચ્છતો હતો કે તમે જે ભાષા અમારી સાથે વાપરી, મારા સમાજ માટે વાપરી ત્યારથી સમાજનો દરેક વ્યક્તિ ઈચ્છતો હતો કે તમે ચૂંટણીમાં હારો, એટલું જ નહીં પણ જનરલ ડાયર પણ એવું જ ઈચ્છતાં હતા. તેમણે મહેસાણામાં પ્રયાસ પણ કર્યા હતા. પણ તમે જનરલ ડાયર કરતાં વધારે તાકતવાર પુરવાર થયા છો. તેથી તમને તમારા ભત્રીજા તરીકે હજુ પણ કહું છું. તમે તૈયાર થઈ જાઓ. જનરલ ડાયર સામે લડવા. તમારા હજાર ગુના જતા કરીને પણ હું તમારી લડાઈ લડીશ. તમે હાકલ કરો. થોડા ધારાસભ્યો તમારી સાથે છે. એટલા પુરતા છે. અગાઉ ભાજપની બે સરકારો આ રીતે જ ગઈ છે. ત્રીજી જાય તો વાંધો નથી. આમેય આ હંગામી સરકાર છે. 2019માં લોકસભાની ચૂંટણી પૂરી થતાં જ અમિત શાહ ગુજરાતના મુખ્ય મંત્રી હશે, ત્યારે તમે માત્ર પ્રવાસન ખાતું જ સંભાળતા હશો. વિધાનસભા આવી રહી છે. તેમાં તમારી મદદ વગર રૂપાણીનું ખરેલું પાંદડું પણ હલવાનું નથી. તેને તમારી જરૂર છે. તમારે તેમની જરા પણ જરૂર નથી. આમેય આ તમારી છેલ્લી ચૂંટણી છે. લડી દો. પાડી દો. 7 ધારાસભ્યોની જ બહુમતી ધરાવતી સરકારને વિધાનસભામાં બહુમતી મેળવવી પડશે. બાબુભાઈ જશભાઈની સરકાર પણ બહુમતી ન મળતાં જતી રહી હતી. ફરી એક વખત તેવું જ થવાનું છે, ત્યારે તમારી જરૂર ભાજપને છે. તેથી તમે સહેજે ચિંતા ન કરો. તમારી તેમને જરૂર છે, અમે જનરલ ડાયરને પાડી દેવા માંગતા હતા હવે તમે પાડી દો.
આખો આવો લેટર લખ્યાં પછી હાર્દિકે અંતમાં પોતાને તેમનો ભત્રીજો બનાવી દીધો હતો.

અમિત શાહે નીતિન પટેલને માનાવી લીધા
ડેપ્યૂટી ચીફ મિનિસ્ટર નીતિન પટેલે કહ્યું કે, 'આજે સવારે 7:30 રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ફોન કરી જાણ કરી કે તેમને શોભે તેવુ ખાતું સોંપવાની વાત જણાવી હતી. હવે હું મારો મંત્રી તરીકેનો ચાર્જ સંભાળવાનું છે. આજે રાજ્યપાલશ્રીને મુખ્યમંત્રી મારા ખાતા અંગેનો પત્ર સોંપશે. આજે રાજ્યપાલને પત્ર પહોંચાડવામાં આવશે અને હું મારી ઓફિસ જઈને ચાર્જ સંભાળીશ. વડાપ્રધાને પણ મારી પર વિશ્વાસ મુક્યો છે. નાણા ,શહેરી વિકાસ અપમાશે તો ગર્વથી કામ કરીશ. મને સહકાર આપવા માટે પાટીદારો સાથે તમામનો આભાર માન્યો હતો. સિનિયર અને અનુભવી મંત્રી તરીકે મને સ્થાન આપવામાં આવ્યું છે ત્યારે મેં ખાતાની ફાળવણી અંગેની મારી લાગણી મોવડીમંડળ સમક્ષ રજૂ કરી હતી.
First published:

Tags: નિતિન પટેલ, હાર્દિક પટેલ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन