Home /News /gujarat /

હાર્દિક પટેલ પર ખૂબ જ ગંભીર આરોપ, ગારિયાધાર બેઠકની ટિકિટ માટે 23 લાખ રૂપિયા પડાવ્યા

હાર્દિક પટેલ પર ખૂબ જ ગંભીર આરોપ, ગારિયાધાર બેઠકની ટિકિટ માટે 23 લાખ રૂપિયા પડાવ્યા

હાર્દિક પટેલ

હાર્દિક પટેલ પર ગારિયાધાર બેઠકની ટિકિટને લઇ 23 લાખ રૂપિયા પડાવ્યા હોવાનો આરોપ લાગ્યો છે. હાર્દિકના જ પૂર્વ સાથી ભાવેશ સોનાણીએ હાર્દિક પર આરોપ લગાવ્યો છે અને આ અંગે તેમણે જણાવ્યું છે કે, તેમણે પોતે 10 લાખ રૂપિયા હાર્દિકના ઘરે જઇને આપ્યા હતા. ત્યાં જ ટિકિટ મળ્યા બાદ 13 લાખ રૂપિયા આંગડિયાથી મોકલ્યા હોવાનો દાવો ભાવેશ સોનાણીએ કર્યો છે.

વધુ જુઓ ...
    કોંગ્રેસ (Congress)નો હાથ છોડનાર હાર્દિક પટેલ (Hardik Patel) હાલમાં જ્યારે ખુબ જ ચર્ચામાં છવાયેલો છે ત્યારે હાર્દિક પટેલને લઇ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ભૂતકાળમાં હાર્દિક પટેલ પર ટિકિટ વહેચવાનો આરોપો લાગી ચુક્યા છે. ત્યારે તેને લઈને ભાવેશ સોનાણી (Bhavesh Sonani)એ ગંભીર આક્ષેપો કર્યા છે. પાટીદાર અનામત આંદોલન (Patidar Anamat Andolan)સમયે વલ્લભીપુરમાં મનસુખ માંડવીયા (Mansukh Mandavia) પર જોડું ફેકનાર ભાવેશ સોનાણીએ હાર્દિક પટેલ પર ટિકિટ વેચવા માટેનો મસમોટો આરોપ મૂક્યો છે અને આ ટિકિટ વહેંચણી માટે હાર્દિકે લાખો રૂપિયા લીધા હોવાનું પણ તેઓ જણાવી રહ્યા છે. તેમનો દાવો છે કે હાર્દિક પટેલના કહેવાથી તેમણે મનસુખ માંડવીયા પર જોડું ફેંક્યું હતું. આ દાવો ખુદ ભાવેશ સોનાણીએ કર્યો છે.



    આમ હાર્દિક પટેલ પર ખૂબ જ ગંભીર આરોપ લાગ્યો છે. વર્ષ 2017માં હાર્દિકે ગારિયાધાર બેઠકની ટિકિટ માટે 23 લાખ રૂપિયા પડાવ્યાનો આરોપ ભાવેશ સોનાણીએ લગાવ્યો છે. હાર્દિકના જ પૂર્વ સાથી ભાવેશ સોનાણીનો આ આરોપ લગાવ્યો છે. ત્યાં જ ભાવેશ સોનાણીએ હાર્દિક પર નિશાન સાધતા કહ્યું કે હિંમત હોય તો હાર્દિક ભાવનગરમાં આવે અને 100 માણસોને ભેગા કરીને બતાવે.

    આ પણ વાંચો- રિવરફ્રન્ટ પર અકસ્માત સર્જનાર સામે પોલીસ પણ ઢીલી પડી ગઇ

    હાર્દિક પટેલ પર ગારિયાધાર બેઠકની ટિકિટને લઇ 23 લાખ રૂપિયા પડાવ્યા હોવાનો આરોપ લાગ્યો છે. હાર્દિકના જ પૂર્વ સાથી ભાવેશ સોનાણીએ હાર્દિક પર આરોપ લગાવ્યો છે અને આ અંગે તેમણે જણાવ્યું છે કે, તેમણે પોતે 10 લાખ રૂપિયા હાર્દિકના ઘરે જઇને આપ્યા હતા. ત્યાં જ ટિકિટ મળ્યા બાદ 13 લાખ રૂપિયા આંગડિયાથી મોકલ્યા હોવાનો દાવો ભાવેશ સોનાણીએ કર્યો છે.

    આ પણ વાંચો- મિત્રએ જ રેલવેના પાટા પર કર્યું ગંદુ કામ

    તમને જણાવી દઇએ કે, ભાવેશ સોનાણીનું નામ પાટીદાર અનામત આંદોલન સમયે ખૂબ જ ચર્ચામાં રહ્યું હતું કારણકે ભાવેશ સોનાણી નામના યુવકે જ વલભીપુરમાં મનસુખ માંડવિયા પર જોડું ફેંક્યું હતું.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Ahmedabad news, Gujarati news, Patidar Leader Hardik Patel, હાર્દિક પટેલ

    આગામી સમાચાર