પાસ કન્વિનર હાર્દિક પટેલ આજે રાજ્યપાલ ઓપી કોહલીને મળ્યો. હાર્દિક પટેલની સાથે અન્ય પાસ કન્વિનરો પણ તે સમયે તેની સાથે હાજર રહ્યા હતા.
હાર્દિક પટેલે રાજ્યપાલ સાથે મુલાકાત બાદ પ્રતિક્રિયા આપી કે, અમે રાજ્યપાલને આવેદનપત્ર આપવા ગયા હતા. અમને પાટીદારો પર સરકાર દ્વારા કરાયેલ તમામ કેસ અંગે જાણ કરવામાં આવે. હાર્દિકે જણાવ્યું કે, રાજ્યપાલે અમારી વાત ધ્યાનપૂર્વક સાંભળી છે. રાજ્યપાલે કહ્યું છે કે, આ મુદ્દે ગૃહપ્રધાનનું ધ્યાન દોરવામાં આવશે, સાથે રાજ્યપાલને ટકોર કરવામાં આવશે.
હાર્દિકે વધુમાં જણાવ્યું કે, ચૂંટણીપંચ દ્વારા કરવામાં આવતા મતભેદ અંગે પણ ચર્ચા કરવામાં આવી. હાર્દિકે ભાજપના બે ધારાસભ્યો સામે પ્રહાર કરી કહ્યું કે, જે ધારાસભ્યોએ ચૂંટણીમાં મર્યાદાથી વધુ ખર્ચ કર્યો છે તેમને સામે ચૂંટણીપંચે પગલા લેવા જોઈએ. જો ચૂંટણીપંચ બંને ધારાસભ્યોનું સભ્યપદ રદ્દ કરશે તો, માનવામાં આવશે કે ચૂંટણીપંચ નિષ્ક્રિય કામગીરી કરે છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર