Home /News /gujarat /

'ગોધરાકાંડના ગુંડા ગુજરાતના ભાજપાવાળાને હું મરી જઇશ તો શું ફરક પડશે': હાર્દિક પટેલ

'ગોધરાકાંડના ગુંડા ગુજરાતના ભાજપાવાળાને હું મરી જઇશ તો શું ફરક પડશે': હાર્દિક પટેલ

સોશિયલ મીડિયા પર હાર્દિક પટેલે હવે ખુલ્લેઆમ ભાજપ વિરોધી યુદ્ધ છેડ્યું છે. હાર્દિકે ટ્વીટર પર વધુ એક પોસ્ટ લખી છે, જેમાં ભાજપને ગોધરાકાંડના ગુંડા કહ્યાં છે.

સોશિયલ મીડિયા પર હાર્દિક પટેલે હવે ખુલ્લેઆમ ભાજપ વિરોધી યુદ્ધ છેડ્યું છે. હાર્દિકે ટ્વીટર પર વધુ એક પોસ્ટ લખી છે, જેમાં ભાજપને ગોધરાકાંડના ગુંડા કહ્યાં છે.

    એક તરફ પાટીદાર અનામત આંદોલનને કારણે રાજ્યમાં ફરીએક વાર રાજકારણ ગરમાયું છે. સરકાર અને પાસ તરફથી અનેક નિવેદનો આવી રહ્યાં છે. તો બીજી બાજુ સોશિયલ મીડિયા પર હાર્દિક પટેલે હવે ખુલ્લેઆમ ભાજપ વિરોધી યુદ્ધ છેડ્યું છે. હાર્દિકે ટ્વીટર પર વધુ એક પોસ્ટ લખી છે, જેમાં ભાજપને ગોધરાકાંડના ગુંડા કહ્યાં છે.

    શું કહ્યું હાર્દિકે ?

    હાર્દિકે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર હિન્દીમાં પોસ્ટ લખી છે, આ પોસ્ટમાં તેણે લખ્યું કે 'ગોધરાકાંડના ગુંડા ગુજરાતના ભાજપાવાળા હું મરી જઇશ તો તેઓને શું ફરક પડશે, હજારો લોકોની હત્યા કરીને સત્તા પર મેળવી છે, 13 દિવસના ઉપવાસ બાદ પણ ભાજપાવાળાએ અત્યારસુધી ખેડૂતો તથા સૌથી મોટા પટેલ સમાજ વિશે કાઇ વિચાર્યું નથી અને કાઇ બોલ્યા પણ નથી. કાઇ વાંધો નહીં, ચૂંટણી આવી રહી છે.'





    ગઇ કાલે સૌરભ પટેલને લીધા હતા આડે હાથ

    હાર્દિકે પોતાની પોસ્ટમાં લખ્યું કે (ટ્રાંસલેશન) ગુજરાત ભાજપા સરકારના મંત્રી સૌરભ પટેલ કહી રહ્યાં છે કે હાર્દિક પટેલને પ્યારથી સમજાવીશું, નહીં સમજે તો રાજકીય રીતે સમજાવીશું, અરે ઓ મંત્રી ધમકી દેવાનું બંધ કરજો, તમારા જેવી ધમકી છેલ્લા ત્રણ વર્ષથી તમારી સરકારના અનેક નેતા અને અધિકારી આપી ચૂક્યા છે, જીવન અને મરણ ભગવાન પાસે છે, મારી જિંદગી ચાર દિવસની છે અને હું દરેક દિવસ ચોથો સમજીને જ જીવું છું- હાર્દિક પટેલ.

    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: Hardik Patel Fast, ગુજરાત

    આગામી સમાચાર