Home /News /gujarat /

હાર્દિક રાજદ્રોહ કેસ: 21 ફેબ્રુઆરી ચુકાદો અનામત રાખ્યો

હાર્દિક રાજદ્રોહ કેસ: 21 ફેબ્રુઆરી ચુકાદો અનામત રાખ્યો

હાર્દિકના ભાષણ બાદ, રાજ્યભરમાં અજંપાની સ્થિતિ સર્જાઈ હતી અને તોફાનો થયા હતા...

હાર્દિકના ભાષણ બાદ, રાજ્યભરમાં અજંપાની સ્થિતિ સર્જાઈ હતી અને તોફાનો થયા હતા...

અમદાવાદમાં નોંધાયેલા રાજદ્રોહના કેસમાં હાર્દિક પટેલે કરેલી ડિસ્ચાર્જ અરજી પર સિટી-સિવિલ સેશન્સ કોર્ટમાં સુનાવણી પૂર્ણ થઈ છે. સિટી-સિવિલ સેશન્સ કોર્ટે આ અરજી પર 21 ફેબ્રુઆરી ચુકાદો અનામત રાખ્યો છે. સુનાવણી દરમિયાન, સેશન્સ કોર્ટમાં રાજ્ય સરકારના વકીલની રજૂઆત હતી કે, હાર્દિકની ફરિયાદ રદ કરવાની અરજી ભૂતકાળમાં હાઈકોર્ટ ફગાવી ચૂક્યુ છે.

ઉલ્લેખનીય છે કે, હાર્દિકના ભાષણ બાદ, રાજ્યભરમાં અજંપાની સ્થિતિ સર્જાઈ હતી અને તોફાનો થયા હતા. જેના લીધે, રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસી હતી અને વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કર્ફ્યુ પણ લાદવામાં આવ્યો હતો. આ ઉપરાંત, રાજ્યના વિવિધ પોલીસ સ્ટેશનમાં તેમની સામે એફઆઈઆર નોંધાયેલી છે.

અમદાવાદમાં એએમટીએસ અને બીઆરટીએસને મોટાપાયે નુકસાન પહોંચાડવામાં આવ્યુ હતુ. જાહેર અને ખાનગી મિલકતોને પણ નુકસાન થયુ હતુ..રાજ્ય સરકાર સામે સશસ્ત્ર બળવો કર્યો નથી, પરંતુ ભડકાઉ ભાષણો અને તેનો ફેલાવો કરવાના ગુન્હા હેઠળ પર રાજદ્રોહનો કેસ નોંધી શકાય છે. ભૂતકાળમાં, હાર્દિકના વકીલે પણ સેશન્સ કોર્ટમાં તેની રજૂઆતો કરી હતી.
Published by:kiran mehta
First published:

Tags: Paas Conniver, PAAS Core Committee, હાર્દિક પટેલ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन