Home /News /gujarat /

ભાદરમાં કેમિકલયુક્ત પાણી મુદ્દે હાર્દિક પટેલ આવતીકાલે લેશે જળસમાધિ

ભાદરમાં કેમિકલયુક્ત પાણી મુદ્દે હાર્દિક પટેલ આવતીકાલે લેશે જળસમાધિ

હાર્દિક પટેલ

હાર્દિકે પટેલે જણાવ્યું હતું કે, ભાદરમાં ઠલવાતા ગંદા પાણી અંગે લલિત વસોયાની લડત યોગ્ય છે. તેમને ન્યાય મળવો જોઈએ.

    દિક્ષિત ઠકરાર, અમદાાદ

    જેતપુરના ભાદર ડેમમાં કેમિકલયુક્ત પાણી ઠાલવવા મુદ્દે PAAS નેતા હાર્દિક પટેલે શનિવારે જળસમાધિ લેવાનો નિર્ણય કર્યો છે. હાર્દિકના જળસમાધિ કાર્યક્રમને કોંગ્રેસે પણ સમર્થન આપ્યું છે. કોંગ્રેસના ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાએ પણ ભાદરમાં પાણીન ઠાલવવામાં આવતા જળસમાધિની ચીમકી આપી હતી. લલિત વસોયાના નિર્ણયને કોંગ્રેસના 11 જેટલા ધારાસભ્યએ સમર્થન આપ્યું છે. કોંગ્રેસ અને હાર્દિકના જળસમાધિ કાર્યક્રમની જાહેરાત બાદ વહિવટી તંત્ર ચોક્કસ તેમની સાથે વાતચીત કરીને આ મુદ્દે સમાધાન કાઢવાનો પ્રયાસ કરશે.

    ભાદરના ગંદા પાણી મુદ્દે લલિત વસોયા લડી રહ્યા છે લડત

    ભાદરમાં ઠાલવવામાં આવતા કેમિકલયુક્ત ગંદા પાણી બાબતે ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા છેલ્લા ઘણા દિવસોથી લડત લડી રહ્યા છે. ડેમની આસપાસમાં આવેલા કારખાનાઓનું ગંદુ પાણી ડેમમાં ઠાલવવામાં આવતું હોવાથી ડેમનું પાણી અશુદ્ધ થઈ રહ્યું છે. આ મામલે તેમણે આંદોલનો પણ કર્યા હતા. જોકે, તંત્ર તરફથી કોઈ ધ્યાન આપવામાં ન આવતા તેમણે આવતીકાલે (શનિવારે) જળસમાધિ લેવાનો નિર્ણય કર્યો છે. આ મામલે હાર્દિક પટેલે પણ લલિત વસોયાને સમર્થન આપ્યું છે. હાર્દિકે કહ્યું છે કે જો આ મામલે કોઈ નિકાલ નહીં આવે તો હું પણ જળસમાધિ કાર્યક્રમમાં જોડાઈશ.

    નોંધનીય છે કે કોંગ્રેસની ટિકિટ પરથી ધારાસભ્ય પદે ચૂંટાયા પહેલા લલિત વસોયા પણ પાસના કન્વિનર હતા, તેમજ પાટીદારોને અનામત મળે તે માટે લડત લડી રહ્યા હતા. આ અંગે હાર્દિકે જણાવ્યું હતું કે, લલિત વસોયાની લડત યોગ્ય છે. તેમને ન્યાય મળવો જોઈએ.

    લલિત વસોયાને સમર્થન આપનાર ધારાસભ્ય

    લલિત કગથરા - ટંકારા
    પરસોતમ સાબરિયા - ધ્રાંગધ્રા
    બ્રિજેશ મેરજા- મોરબી
    ચિરાગ કાલરિયા- જામજોધપુર
    પ્રવિણ મુછડિયા- કાલાવડ
    વલ્લાભ ધારવિયા- જામનગર ગ્રામ્ય
    જેવી કાકડિયા - ધારી
    હર્ષદ રિબડિયા - વિસાવદર
    ભીખાભાઈ જોશી - જૂનાગઢ
    બાબુભાઈ વાજા- માંગરોળ
    પ્રતાપ દૂધાત - સાવરકુંડલા
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Bhadar dam, Chemical Water, Lalit vasoya, Paas, અનામત, હાર્દિક પટેલ

    આગામી સમાચાર