સુરત ખાતે પોતાના પર ચાલી રહેલા રાજદ્રોહ કેસમાં તારીખ હોવાને કારણે હાર્દિક પટલે આજે સુરત કોર્ટ ખાતે પહોંચ્યા હતા. ત્યાં તેમણે ગુજરાત સરકાર ઉપર ખેડૂતોને પાણી અને વિજળીના મુદ્દે આકરા પ્રહારો કર્યા હતા. અને સાથે સાથે તેમના ભાઈ રવિ પટેલ દ્વારા મુકેશ પટેલ પાસે નાણાં લેવાના મુદ્દે કેસ કરવો હોય તો કરવાની વાત કરી હતી.
સુરત કોર્ટ ખાતે રાજદ્રોહ કેસ મામલામાં આજે હાર્દિક પટેલ કોર્ટ ખાતે હાજર થયા હતા. કોર્ટરૂમમાં જતા પહેલા તેમણે મિડિયા સાથે વાત કરી હતી. હાલમાં ગુજરાત રાજ્યમાં ચાલી રહેલી પાણી કટોકટી ઉપર તેમણે આકરા પ્રહારો કર્યા હતા. અને કહ્યું હતું કે 1 કરોડ જેટલા ખેડૂતો હાલ સરકારથી નારાજ ચાલી રહ્યા છે. અને સરકાર કેવી રીતે ખેડૂતોને ઉનાળુ પાક લેવાની ના પાડી શકે. આ ઉપરાંત નર્મદા ડેમમાં પાણી હતું તો ક્યાં ગયું એવો પ્રશ્ન પણ પૂછ્યો હતો. હાર્દિક પટેલના પિતરાઇ ભાઈ રવિ મુદ્દે તેમણે કહ્યું હતું કે પોતાની બહેનને વિદાય કરવા માટે ભાઈ જરૂરથી આવે જ. રવિ પટેલને ભૂતકાળમાં તેમણે ઓળખવાનો ઇન્કાર કર્યો હતો. તે મામલે તેમણે ઇન્કાર કરી જણાવ્યું હતું કે મે આવું કોઇ દી કહ્યું જ ન હતુ. દિકરીનો પ્રસંગ ઘરમાં હોય તો કોઇપણ પિતા કે ભાઈ એને ધામધૂમથી ઉજવે જ છે અને અમે પણ દિલથી ખર્ચ કર્યો છે જેને જે કરવું હોય તે કરી લે. અને રહી વાત મુકેશ પટેલની તો તેઓ મારા ઉપર કેસ કરી શકે છે.
કેમ ના ઓળખુ મારો ભાઇ છે. સત્યના પ્રયોગો કાર્યક્રમમાં આગળ કહી ચૂક્યો છું કે હાર્દિક પટેલ ખુલીને રાજનીતી કરવા માંગે છે. ગુજરાતમા જેટલા પણ લોકો છે જે શું પોતાની બહેનના લગ્ન ધામધૂમથી કરવા નથી માંગતી અમે એટલા ગરીબ છે કે અમારી બેનને શાંતિથી વિદાય નઆપી શકીએ. દિકરીના લગ્નને પ્રસંગ ધામધૂમથી ન કરે અમે વટથી ખર્ચ કર્યો છે અને જેનાથી જે થાય એ કરી લેવું ભાઈ હોય એ પોતાની બહેનને વિદાય આપવા ન આવે અને મુકેશ પટેલ એટલો પ્રેમ હોય તો કેસ કરી લે.
આ બાજૂ ખેડૂતો મદુ હાર્દિકે કહ્યું કે, વરસાદની સીઝનમાં નર્મદા ડેમમાં પાણી ભરાયુ હતું સરકાર દ્વારા મોટીમોટી વાતો કરી હતી. આટલા ક્યુસેક પાણી ડેમમાં ભરવામાં આવ્યું છે. ત્યારે આ પાણી ગયું ક્યાં શું આ પાણી અદાણી કે અંબાણીને આપવામાં આવ્યું કે અન્ય કોઇ પ્રાઇવેટ સેક્ટરને આપવામાં આવ્યું. મહત્વની વાત એ છે કે સરકારમાં બેસેલી જવાબદાર વ્યક્તિ જો ઉનાળુ પાક લેવાની ના પાડે તે રાજ્યના ખેડૂતો માટે દુખની વાત છે. ડેમોમાં પાણીનો સંગ્રહ કરવો એ સરકારની જવાબદારી છે. ગુજરાતના 82 વિધાનસભા ક્ષેત્રમાં જ્યાં સરકારની હાર થઇ છે ત્યાં સરકાર દ્વારા હાલ નર્મદાના પાણી બંધ કરી દેવામાં આવ્યા છે. જીરા અને ઘઉઁ ખેતી મહત્વની છે ત્યારે પાણી ન આપવું એ ખોટુ છે સરકાર અને ખેડૂતો વચ્ચે ગેપ ઉભો કરવામાં આવ્યો છે. ખેડૂતો નારાજ છે. 2500 કરોડ રૂપિયા સરકાર દ્વારા રાખવામાં આવ્યા છે ત્યારે સરકાર દ્વારા પાક વિમો આપવામાં નથી આવતો . 1 કરોડથી વધુ ખેડૂતો નારાજ છે. 24 ક્લાક વિજળી આપવાની વાત છે તે ખોટી છે ગુજરાત ડૂબી રહ્યું છે.