Home /News /gujarat /

હાર્દિકના ગંભીર આક્ષેપ, આ 20 બેઠકના EVM ભાજપ કરાવશે હેકિંગ

હાર્દિકના ગંભીર આક્ષેપ, આ 20 બેઠકના EVM ભાજપ કરાવશે હેકિંગ

'આજે ભાજપ આ બેઠકો પર EVM હેંકિંગ કરાવશે...'

'આજે ભાજપ આ બેઠકો પર EVM હેંકિંગ કરાવશે...'

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થવાને હવે ગણતરીના કલાકો બાકી છે, તેવા સમયે ફરી હાર્દિકે ટ્વીટ કરી ભાજપ પર મોટા ગંભીર આક્ષેપ કર્યા છે.

હાર્દિક પટેલે ટ્વીટર પર કહ્યું છે કે, ભાજપ આજે અમદાવાદની એક કંપની દ્વારા 140 સોફ્ટવેર એન્જિનિયરોના હાથે 5000 EVM મશીનના સોર્સ કોડથી હેકિંગ કરાવવાની તૈયારી કરી રહ્યું છે.



હાર્દિક પટેલે ટ્વીટર પર બેઠકોના નામ પણ આપ્યા છે, જ્યાં ભાજપ EVM મશીન હેકિંગ કરાવશે, જેમાં તેણે, વિસનગર, પાટણ, રાધનપુર, ટંકારા, ઊંઝા, વાવ, જેતપુર, રાજકોટ-68,69,70, લાઢી-બાબરા, છોટાઉદંપુર, સંતરામપુર, સાંવલી, માંગરોલ, મોરવાહડફ, નાદોદ, રાજપીપળા, ડભોઈ અને ખાસ કરીને પટેલ અને આદિવાસી વિસ્તારની વિધાનસભા બેઠકોમાં EVM સોર્સ કોડથી હેકિંગ કરવાનો પ્રયાસ થયો છે.



તેણે, ત્રીજી ટ્વીટમાં કહ્યું કે, મારી વાતો પર હસવાનું આવશે, પરંતુ વિચાર કોઈ નહીં કરે. ભગવાન દ્વારા બનાવવામાં આવેલ આપણા શરીરમાં છેડછાડ થઈ શકે છે તો, માનવ દ્વારા બનાવવામાં આવેલ EVM મશીનોમાં કેમ છેડછાડ ન થઈ શકે! ATM હેક થઈ શકે છે તો EVM કેમ નહીં!.



ઉલ્લેખનીય છે કે, હાર્દિક પટેલે ગઈકાલે પણ ભાજપ પરનો સૌથી મોટો આક્ષેપ કરતા ટ્વીટ કર્યું હતું કે, 18 ડિસેમ્બર પહેલા ભાજપ ઈવીએમમાં ગરબડ કરશે. શનિવાર અને રવિવારની રાત્રે ભાજપ ઈવીએમમાં ગરબડ કરશે. ભાજપ ચૂંટણી હારી રહી છે અને જો ઈવીએમમાં ગરબડ નહીં થાય તો ભાજપને 82 સીટો જ મળશે.

ગુજરાતમાં ભાજપની હારનું અર્થ છે ભાજપનું પતન. ભાજપ ઈવીએમમાં ગરબડ કરીને ગુજરાત ચૂંટણી જીતી જશે પરંતુ હિમાચલમાં હારી જશે. જેથી કોઈ પ્રશ્ન ઉભા ન કરે.
First published:

Tags: Assembly Election2017, Gujarat Election 2017, ભાજપ, હાર્દિક પટેલ

આગામી સમાચાર