Home /News /gujarat /

ખોડલધામનું ભગવાકરણ થતાં નરેશ પટેલે રાજીનામું આપ્યું: હાર્દિક

ખોડલધામનું ભગવાકરણ થતાં નરેશ પટેલે રાજીનામું આપ્યું: હાર્દિક

મારા મતે નરેશ પટેલે રાજીનામુ ન આપવું જોઇએ. જે રાજકારણ રમતા હોય તેમને જ કાઢી મુકવા જોઇએ.

મારા મતે નરેશ પટેલે રાજીનામુ ન આપવું જોઇએ. જે રાજકારણ રમતા હોય તેમને જ કાઢી મુકવા જોઇએ.

  (અમદાવાદથી દિક્ષિત ઠકરારનો રિપોર્ટ)

  અમદાવાદ: નરેશ પટેલનાં રાજીનામાની વાત જાહેર થતાની સાથે જ હાર્દિક પટેલે આ રાજીનામા પાછળ પરેશ ગજેરાનો હાથ હોવાનું હાર્દિક પટેલે જણાવ્યું હતું. પહેલાં ટ્વિટ કરીને  અને હવે News18 ગુજરાતી સાથે વાતચીતમાં તેણે આ વાતનો ખુલાસો કર્યો છે.

  સવાલ: ગઇકાલે આપે એક આક્ષેપ લગાવ્યો હતો કે ભગવાકારણને કારણે નરેશ પટેલે રાજીનામું આપ્યું છે આ આક્ષેપ પાછળનું કારણ?
  જવાબ: ખોડલધામ સાથે જોડાયેલા પાયાનાં માણસો સાથે વાતચીત થઇ. મંદીરનાં પ્રમુખ પરેશ ગજેરા દ્વારા લાંબા સમયથી મંદીરને ભગવાકરણમાં ફેરવવાનો પ્રયાસ છેલ્લાં લાંબા સમયથી થઇ રહ્યો છે. જેને કારણે નરેશ પટેલને ઘણી મુશ્કેલ થઇ રહી હતી. તે વ્યક્તિ ઘણી વખત શરમ અનુભવતા હતાં. તેમણે બે પટેલ સમાજને એક કરવાનું મોટુ કામ કર્યુ છે. તેમની પરિસ્થિતિ એવી હોય કે તેઓને રાજીનામું આપવાનું જ યોગ્ય લાગ્યુ હોય. મહત્વનો સવાલ એ છે કે નરેશ ભાઇ આ મુદ્દે ક્યારે સામે આવીને બોલે છે. ગઇકાલ સુધી ઘણાં બધા લોકો સામે આવ્યા હતાં અને તેમણે રાજીનામું આપવાની વાત પણ કરી હતી.

  સવાલ: આપ આ રાજીનામાં પાછળ સીધો જ આક્ષેપ પરેશ ગજેરા પર લગાવો છો. શું તથ્ય છે આપની પાસે?
  જવાબ: ફક્ત હું એકલો નથી લગાવતો ઘણા બધા લોકો લગાવે છે. આ આજની વાત નથી હું પહેલેથી જ તેમનાં પર આ આક્ષેપ લગાવું છું. કારણ કે જ્યારે અનામત આંદોલન બાબતે જ્યારે પણ ખોડલધામ સાથે વાત થતી હોય તો પરેશ ગજેરા મધ્યસ્થી રૂપે અમારી વાત યોગ્ય રીતે આગળ પહોંચાડતા ન હતાં. બાદમાં જ્યારે નરેશ પટેલ સાથે એકાંતમાં આ વિશે વાત થઇ ત્યારે અમને માલુમ થયુ કે નરેશ પટેલ અમારી સાથે હતાં તે ઇચ્છતા હતાં કે સમાજને અનામત મળવું જોઇએ. મને લાગે છે કે પરેશ ભાઇનો જે દીકરો છે શિવરાજ જે ગત ઇલેક્શન વખતે કોંગ્રેસનો સાથ આપતો હતો. તે તેમનાં કાર્યકરોની સાથે અવાર નવાર નજર આવ્યો હતો. જેને ધ્યાનમાં  લઇને ભાજપે જ આ ખેલ રચ્યો હોય કે પરેશભાઇને હાઇટ આપીને નરેશભાઇને ડાઉન કરવાં. અને આ તમામ કારણોને કારણે જ નરેશ પટેલે રાજીનામુ આપ્યું હોય તેવી સો ટકા વાત છે.

  સવાલ: આટલા બધા આક્ષેપો થવા છતાં કેમ નરેશ પટેલ હજુ સુધી ચૂપ છે?
  જવાબ: હજુ સુધી મારી નરેશ પટેલ સાથે કોઇ વાત થઇ નથી. પણ તેમનાં જે અંગત લોકો છે તેમની સાથે મારી ઘણી સ્પષ્ટ વાત થઇ છે. નરેશ ભાઇની એક પ્રણાલી છે કે કોઇપણ કામમાં ઓછુ બોલવું અને બને તેટલું વિવાદથી દૂર રહેવું. તે પણ સમય આવે સામે આવશે. મારા પેહલાં તો નરેશ પટેલનાં જ કેટલાંક અંગત યુવાનોએ નરેશ પટેલનાં રાજીનામાની વાત કરી હતી. મારા પહેલાં આ વાત તેમણે કરી હતી. સૌ કોઇ જાણે છેકે નરેશ પેટેલે ભાવ ભક્તિ માટે ખોડલધામની સ્થાપના કરી. બે સમાજને એક કર્યા પણ પરેશ ગજેરા જેવા લોકો ભગવાકરણ કરીન રાજકારણ રમે છે. આ તમામને કારણે જ તેમને રાજીનામુ આપ્યુ છે.

  સવાલ: ચૂંટણી નજીક આવી રહી છે. આ મુદ્દે બંને પક્ષો રાજકારણ કરી રહ્યાં છે ત્યારે તે કેટલું યોગ્ય છે તે કહો?
  જવાબ: રાજકારણ કરનારા તો કરવાનાં જ છે કાઠિયાવાડમાં કહેવાય છે ને કે જ્યાં ગોળ પડ્યો નથી ત્યાં કિડીઓ ભેગી થઇ નથી.. આ એવી વાત છે. જોકે મારુ માનવું છે કે આ અમારો અંગત ઘરનો પ્રશ્ન છે જે અમે બેસીને ઉકેલી લઇશું. આ મુદ્દે કોઇ પક્ષે રાજકારણ ન કરવું જોઇએ.


  સવાલ: આ મુદ્દો હવે કેવી રીતે ઉકેલી શકે છે?
  જવાબ: પટેલ સમાજ એક છે. તેને બે ભાગમાં ન જ વેચવો જોઇએ. નરેશ પટેલને જે પણ સમસ્યા છે તે લોકો સામે ખુલ્લા દિલથી મુકવી જોઇએ. તેમનાં મંત્વ્ય આપવા જોઇએ. લોકો સ્વિકારશે કે નહીં તે પછીની વાત છે પણ સૌથી પહેલાં તો નરેશ ભાઇએ પોતાનો પક્ષ લઇને સામે આવવું જોઇએ. તો જ આ મુદ્દાનો ઉકેલ આવશે.

  સવાલ: હાર્દિક પટેલ સાંભળ્યુ કે નરેશ પટેલે રાજીનામુ પાછુ ખેંચી લીધુ છે. તેવી વાતો છે આ વિશે આપનું શું કહેવું છે?
  જવાબ: સૌથી પહેલાં તો નરેશ પટેલે રાજીનામુ પાછુ ખેંચી લીધુ તે વિશે જ સવાલ છે તેમણે પોતે આ વિશે કોઇ જ ટિપ્પણી કરી નથી. તેઓ આ મુદ્દે મૌન છે. તો તમને કેવી રીતે ખબર પડી કે તેમણે રાજીનામું પાછુ ખેચીં લીધુ છે.

  સવાલ: નરેશ પટેલે તો એમ પણ નથી કહ્યું કે મે રાજીનામું આપી દીધુ છે તો તેમનાં મૌન ઉપર જ સવાલ થાય છે આ વિશે શું કહેશો.
  જવાબ: રાજીનામુ આપવાની વાત છે તો તે સાચી છે તેમનાં અંગત મિત્રોએ આ વાત જણાવી છે. રહી વાત રાજીનામુ પાછુ ખેચવાની તો તે વિશે મને કંઇ ખબર નથી. જો ખરેખરમાં આમ હશે તો બહાર આવશે જ.

  સવાલ: ખોડલધામ ટ્રસ્ટમાં ચાલી રહેલાં રાજકારણ વિશે તમારું શું કહેવું છે.. શું ખરેખરમાં નરેશ પટેલે રાજીનામુ આપી દેવું જોઇએ?
  જવાબ: મારા મતે નરેશ પટેલે રાજીનામુ ન આપવું જોઇએ. જે રાજકારણ રમતા હોય તેમને જ કાઢી મુકવા જોઇએ.
  Published by:Margi Pandya
  First published:

  Tags: Naresh Patel, Paresh Gajera, હાર્દિક પટેલ

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन