Home /News /gujarat /

Hardik Patel: હાર્દિક પટેલની નારાજગી વધી? કોંગ્રેસની ચિંતન શિબિરમાં કેમ ન ગયા?

Hardik Patel: હાર્દિક પટેલની નારાજગી વધી? કોંગ્રેસની ચિંતન શિબિરમાં કેમ ન ગયા?

હાર્દિક પટેલ

Gujarat Politics 2022: અત્યાર સુધી હાર્દિક પટેલ પાર્ટીમાં સૌથી મોટો પટેલ ચહેરો હતો. તેમણે નરેશ પટેલના કોંગ્રેસમાં પ્રવેશવા અંગે ઘણો જ વિરોધ કર્યો છે, પરંતુ બીજી બાજુ કોંગ્રેસનું નેતૃત્તવ નરેશ પટેલ સાથે સતત વાત કરી રહ્યા છે

  નવી દિલ્હી: આગામી થોડા મહિનાઓમાં ગુજરાતમાં (Gujarat Election 2022) ચૂંટણી આવી રહી છે. ત્યારે ગુજરાતના રાજકારણમાં (Gujarat Politics) ગરમાવો વ્યાપી રહ્યો છે. ભાજપ, કોંગ્રેસ, આપ તમામ પક્ષ હાલ ગુજરાતીઓને ખુશ કરવાના અનેક ઉપાયો કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસની ઉદયપુરમાં પાર્ટીની ચિંતન શિબિર (Congress Chintan Shivir) યોજાઇ રહી છે. જ્યાં ગુજરાત કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે (Hardik Patel) શિબિરમાં હાજરી આપી ન હતી. કોંગ્રેસનો દાવો છે કે, તેમને આમંત્રણ આપવામાં આવ્યું નથી, કારણ કે, તેઓ આમંત્રણની કોઈપણ શ્રેણીમાં આવતા નથી. જોકે, હાર્દિક જેવા જ યુવા નેતા કન્હૈયા કુમાર (Kanhaiya Kumar) સમિતિના સભ્ય તરીકે ચિંતન શિબિરમાં સામેલ છે. હાર્દિકના નજીકના માણસો દાવો કરી રહ્યા છે કે, તેમને અલગથી આમંત્રણ મળ્યું હતું પરંતુ તેમણે જવાનો ઇનકાર કર્યો હતો. સવાલ એ થાય છે કે હાર્દિક કેમ નારાજ છે?

  વાસ્તવમાં ગુજરાતમાં ચૂંટણીમાં પાટીદાર અથવા પટેલ સમુદાય નિર્ણાયક ભૂમિકા ભજવે છે. આવી સ્થિતિમાં હાર્દિક પટેલ, ખોડલધામના નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાયાના સમાચારથી નારાજ લાગી રહ્યા છે. અત્યાર સુધી હાર્દિક પટેલ પાર્ટીમાં સૌથી મોટો પટેલ ચહેરો હતો. તેમણે નરેશ પટેલના કોંગ્રેસમાં પ્રવેશવા અંગે ઘણો જ વિરોધ કર્યો છે, પરંતુ બીજી બાજુ કોંગ્રેસનું નેતૃત્તવ નરેશ પટેલ સાથે સતત વાત કરી રહ્યા છે અને તેમને પાર્ટીમાં લેવા અંગે પણ સહમતિ થઇ રહી છે.

  આ પણ વાંચો:  AIMIMના નેતાએ જ્ઞાનવાપી મસ્જિદના શિવલિંગ અંગે કરી અભદ્ર ટિપ્પણી

  નરેશ લેઉવા પટેલ છે, જ્યારે હાર્દિક કડવા પટેલ છે. નરેશ પટેલ મોટા ઉદ્યોગપતિ પણ છે. લેઉવા પટેલ મતદારોની સંખ્યા પણ વધુ છે અને પાટીદારો તેમની ઘણી ઇજ્જત પણ કરે છે. તેઓ ખોડલધામ ટ્રસ્ટના અધ્યક્ષ પણ છે. સામાજિક કાર્યો કર્યા હોવાને કારણે નરેશનો ઘણો પ્રભાવ છે. હાર્દિકને લાગે છે કે, નરેશની એન્ટ્રીથી તેનું કદ ઘટી જશે. હાર્દિક પહેલાથી જ સ્થાનિક કોંગ્રેસી નેતાઓ દ્વારા અવગણવામાં આવતો હોવાની ફરિયાદો કરી રહ્યો છે.

  આ પણ વાંચો: રાજ્યના શિક્ષકો અને કર્મચારીઓ માટે 5 મોટી જાહેરાતો

  નરેશની તરફેણમાં ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોર દ્વારા પણ હિમાયત કરવામાં આવી હતી. જેમણે કોંગ્રેસ નેતૃત્વ સમક્ષ કરેલી રજૂઆતમાં નરેશને પક્ષમાં સામેલ કરવાની હિમાયત કરી હતી. હાર્દિક પટેલ છેલ્લા કેટલાક દિવસોથી ભાજપની નીતિઓના વખાણ કરતો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના એક સૂત્રએ તો એવો પણ દાવો કર્યો છે કે, હાર્દિક ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે છે, તેની પણ વાત ચાલી રહી છે.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: Gujarat Politics, Patidar power, ગુજરાત, ગુજરાત કોંગ્રેસ, હાર્દિક પટેલ

  આગામી સમાચાર