Home /News /gujarat /

હાર્દિકનું ટ્વીટર વોર, ફાનસ સાથે સરકાર પર કર્યા પ્રહાર

હાર્દિકનું ટ્વીટર વોર, ફાનસ સાથે સરકાર પર કર્યા પ્રહાર

તેજસ્વીએ હાર્દિકના ટ્વિટને રીટ્વિટ કરતા કહ્યું કે, હાર્દિકભાઇ નફરત વિરૂદ્ધ પ્રેમની લાલટેન સળગાવી છે...

તેજસ્વીએ હાર્દિકના ટ્વિટને રીટ્વિટ કરતા કહ્યું કે, હાર્દિકભાઇ નફરત વિરૂદ્ધ પ્રેમની લાલટેન સળગાવી છે...

પાટીદાર આંદોલનમાં રેલીઓ અને સભાઓ ગજવી હાર્દિક પટેલ હવે સોશિયલ મીડિયામાં ભારે એક્ટિવ થઇ ગયા છે. હાર્દિક પટેલે ફાનસ સાથે ટ્વિટ કર્યું જેમાં ગુજરાતમાં વીજળી જતી હોવાનો મેસેજ કર્યો.

ગુજરાતના ગામડાઓમાં ૨૪ કલાક વીજળી નથી મળતી. આ શબ્દો અમારા નહીં. પાટીદાર અનામત આંદોલનને કન્વીનર હાર્દિક પટેલના છે. હાર્દિકે ટ્વિટ કર્યું જેમાં લખ્યું કે હું મારા ગામ છું રાત્રીનો સમય છે અને લાઇટ નથી. તેથી મે ફાનસ કર્યું છે. હાર્દિકે કહ્યું કે, મને ખબર પડી ગઇ છે કે ફાનસ જીવનમાં કેટલું જરૂરી છે. ભાઇ હાર્દિકના આ ટ્વિટની જાણે કે રાહ જોઇને બેઠા હોય તેમ તેજસ્વી યાદવે હાર્દિકના ટ્વિટનું રિટ્વિટ કર્યું. તેજસ્વીએ પોતાની પાર્ટીના ચિન્હ ફાનસ અંગે થયેલા પ્રહારનો જવાબ આપ્યો.



આવો જોઈએ હાર્દિકે ટ્વિટમાં શું કહ્યું, આજે હું મારા ગામ આવ્યો છું, પરંતુ ગામમાં વીજળી નથી. મે ફાનસ શરૂ કરી અંધારૂ દુર કર્યું. બહુ કામની ચીજ છે ફાનસ આજે ખબર પડી.

તો બિહાર આરજેડીના નેતા અને લાલુ પ્રસાદના પુત્ર તેજસ્વીએ પણ મોકા પર ચોકો મારી લીધો. થોડા દિવસ અગાઉ ભાજપના નેતા સુશિલ મોદીએ એક નિવેદન આપ્યું હતુ જેમાં કહેવાયું કે બિહારમાંથી લાલટેન હંમેશ માટે ચાલ્યું જશે. તેનો અર્થ હતો કે દરેકને ઘરમાં વીજળી પહોંચશે ફાનસની જરૂર નહીં પડે પરંતુ તેજસ્વીએ હાર્દિકના ટ્વિટને રીટ્વિટ કરતા કહ્યું કે, હાર્દિકભાઇ નફરત વિરૂદ્ધ પ્રેમની લાલટેન સળગાવી છે. અન્યાયના અંધારા સામે ન્યાયનો પ્રકાશ ફેલાવો છે. લડાઇ લડી જીતવાનું છે. નવજુવાન છીએ સંઘર્ષ સિવાય બીજું શું કરવાનું છે.



પાટીદારોને અનામત, યુવાઓને નોકરી અને રોજગારી જેવા મુદ્દા પર હાર્દિક પટેલ આંદોલન ચલાવી રહ્યો છે. ત્યારે હાર્દિક પટેલના આંદોલનને લઇને ચૂંટણીમાં ઘણા પાટીદાર નેતાઓને હારનો સામનો કરવો પડ્યો છે. ત્યારે હાર્દિકના ટ્વિટને રિટ્વિટ કરી તેજસ્વીએ પણ આડકતરો ભાજપ પર પ્રહાર કરી દિધો છે. હાલ ગુજરાતમાં ચૂંટણી પુર્ણ થઇ ગઇ છે અને હાર્દિક પટેલ કચ્છના રણમાં આરામ ફરમાવી થાક ઉતારી રહ્યો છે.
First published:

Tags: Gujarat goverment, Paas, Paas Conniver, પાટીદાર અનામત આંદોલન, ભાજપ, હાર્દિક પટેલ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन