એક તરફ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022) નજીક આવી રહી છે અને બીજી તરફ તમામ રાજકીય પક્ષોમાં (Gujarat Politics) નેતાઓમાં નારાજગી અને પક્ષ પલટાનો દોર શરૂ થઇ ગયો છે. તેવામાં ગુજરાત કોંગ્રેસના (Gujarat Congress) કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ (Hardik Patel) હાલ પ્રદેશ નેતૃત્વથી નારાજ છે. તેમનો દાવો છે કે, તેમણે આ અંગે કોંગ્રેસના કેન્દ્રીય નેતૃત્વને પણ જણાવ્યું હતું, પરંતુ હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) વિધાનસભા ચૂંટણી પહેલા પાર્ટી યુનિટમાં મતભેદો (Differences in Congress) દૂર કરવા માટે ગુજરાત કોંગ્રેસ કમિટીના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ સાથે વાતચીત કરી છે, જેઓ લાંબા સમયથી નારાજ છે.
પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર, રાહુલ ગાંધીએ (Rahul Gandhi) હાર્દિક પટેલને પાર્ટીમાં રહેવાનો સંદેશો પણ મોકલ્યો છે. સાથે સાથે પક્ષના પ્રભારી અને અન્ય આગેવાનોને હાર્દિકનો સંપર્ક કરીને ચાલી રહેલા મતભેદો ઉકેલવા જણાવાયું છે. ત્યારે કોંગ્રેસના મહાસચિવ રણદીપ સુરજેવાલાએ પણ પુષ્ટિ કરી છે કે, પાર્ટીની ટોચના નેતૃત્વએ હાર્દિક સાથે વાત કરી છે.
આ દરમિયાન રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, પાર્ટીએ હાર્દિક સાથે જે પણ વાત કરી છે, તેની સંપૂર્ણ વિગતો માત્ર ગુજરાતના પ્રભારી રઘુ શર્મા જ શેર કરી શકે છે. તમને જણાવી દઈએ કે, હાર્દિક કોંગ્રેસના ગુજરાત યુનિટને મહત્વ ન આપતા નેતૃત્વથી નારાજ છે.
કોંગ્રેસથી અળગા થઇ રહ્યા છે હાર્દિક
નારાજગીની ચર્ચાઓ વચ્ચે સોમવારે હાર્દિકે તેના ટ્વિટર બાયોમાંથી કોંગ્રેસ પાર્ટીનું નામ હટાવી દીધું હતું. આ સાથે તેમના પ્રોફાઈલ ફોટોમાં પાર્ટી સિમ્બોલનો ફોટો પણ હટાવી દેવામાં આવ્યો હતો. ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતા કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે, જો હાર્દિક પટેલ પાર્ટી છોડે છે તો તે કોંગ્રેસ માટે નુકસાનકારક સાબિત થશે.
હાર્દિકની નારાજગી વચ્ચે એવી અટકળો પણ થઈ રહી હતી કે તે ભાજપમાં જોડાઈ શકે છે. પરંતુ કોંગ્રેસના નેતાઓએ આ અફવાઓને નકારી કાઢી છે. જોકે કોંગ્રેસના નેતાઓએ સ્વીકાર્યું કે, હાર્દિક ગુજરાતના પાર્ટી યુનિટથી નારાજ છે.
" isDesktop="true" id="1205710" >
હાર્દિકે કર્યા ભાજપના વખાણ
તાજેતરમાં જ હાર્દિકે કલમ 370 હટાવવા અને રામ મંદિરના નિર્માણ માટે ભાજપ સરકારના વખાણ પણ કર્યા હતા. પોતાની નારાજગી અંગે સ્પષ્ટતા આપતા હાર્દિકે કહ્યું કે, તે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીથી નહીં પરંતુ ગુજરાતની કોંગ્રેસ સમિતિથી નારાજ છે.