જેલ મુક્ત થયેલ પાસ નેતા હાર્દિક પટેલ આજે ક્યાં રાત્રી રોકાણ કરશે? એ ચર્ચાનો મુદ્દો બન્યો હતો. જોકે સુત્રોના જણાવ્યા અનુસાર હાર્દિક પટેલ રાત્રી રોકાણ સુરત નહીં પરંતુ અમદાવાદના વસ્ત્રાલ ખાતે કરે એમ છે. અહીં તે એસપીજી નેતા લાલજી પટેલ સાથે મુલાકાત કરે એવી સંભાવના છે.

અમદાવાદ #જેલ મુક્ત થયેલ પાસ નેતા હાર્દિક પટેલ આજે ક્યાં રાત્રી રોકાણ કરશે? એ ચર્ચાનો મુદ્દો બન્યો હતો. જોકે સુત્રોના જણાવ્યા અનુસાર હાર્દિક પટેલ રાત્રી રોકાણ સુરત નહીં પરંતુ અમદાવાદના વસ્ત્રાલ ખાતે કરે એમ છે. અહીં તે એસપીજી નેતા લાલજી પટેલ સાથે મુલાકાત કરે એવી સંભાવના છે.
પાટીદાર અનામત આંદોલનને લઇને જેલમાં બંધ હાર્દિક પટેલનો આજે 256 દિવસ બાદ છુટકારો થયો છે. કોર્ટના આદેશ અનુસાર 48 કલાકમાં ગુજરાત છોડી દેવાનું છે ત્યારે જેલ મુક્ત થતાં હાર્દિક પટેલે આજે સુરતમાં રોડ શો કર્યો હતો. ત્યાં મા ઉમિયાના દર્શન કર્યા હતા અને ત્યાંથી રાત્રી રોકાણ માટે હાર્દિક અમદાવાદ આવે એવી શક્યતાઓ જોવાઇ રહી છે.
અમદાવાદના વસ્ત્રાલ ખાતે હાર્દિકને આવકારતા પોસ્ટર લાગ્યા છે. જે જોતાં હાર્દિક પટેલ અહીં રાતવાસો કરે એમ છે. અહીં રાતવાસો કરવાનું બીજુ મોટું કારણ એ પણ માનવામાં આવી રહ્યું છે અહીં હાર્દિક અને લાલજી પટેલ વચ્ચે મુલાકાત થશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર