Home /News /gujarat /હાર્દિકને મળ્યા શરતી જામીન, જલ્દીથી થશે જેલમુક્ત
હાર્દિકને મળ્યા શરતી જામીન, જલ્દીથી થશે જેલમુક્ત
રાજદ્રોહ કેસ બાદ વધુ એક કેસમાં હાર્દિક પટેલને શરતી જામીન મળ્યા છે. જેને પગલે હવે હાર્દિક પટેલના જેલમુક્ત થવાના સંકેત સ્પષ્ટ થયા છે. જલ્દીથી હાર્દિક પટેલ જેલ મુક્ત થશે.
રાજદ્રોહ કેસ બાદ વધુ એક કેસમાં હાર્દિક પટેલને શરતી જામીન મળ્યા છે. જેને પગલે હવે હાર્દિક પટેલના જેલમુક્ત થવાના સંકેત સ્પષ્ટ થયા છે. જલ્દીથી હાર્દિક પટેલ જેલ મુક્ત થશે.
અમદાવાદ #રાજદ્રોહ કેસ બાદ વધુ એક કેસમાં હાર્દિક પટેલને શરતી જામીન મળ્યા છે. જેને પગલે હવે હાર્દિક પટેલના જેલમુક્ત થવાના સંકેત સ્પષ્ટ થયા છે. જલ્દીથી હાર્દિક પટેલ જેલ મુક્ત થશે.
રાજદ્રોહના ગુનામાં હાઇકોટ્રે છ મહિના ગુજરાત બહાર રહેવાની શરતે હાર્દિક પટેલને શરતી જામીન આપ્યા હતા. તો આજે વધુ એક કેસમાં જામીન મળ્યા છે. વિસનગર ધારાસભ્યની ઓફિસમાં તોડફોડના ગુનામાં કોર્ટે આજે હાર્દિક પટેલને શરતી જામીન આપ્યા છે.
માનતા પુરી કરવા હાલ નહીં જઇ શકે
હાર્દિક પટેલ દ્વારા ઊંઝા સ્થિત ઉમિયા માતાજીના મંદિરે માનતા પુરી કરવા જવા મંજૂરી માંગી હતી. પરંતુ કોર્ટે હાર્દિકની આ અરજી સ્વીકારી ન હતા. જેને પગલે નવ મહિના સુધી હાર્દિક ઊંઝા નહીં જઇ શકે.
મહેસાણા જિલ્લામાં પ્રવેશ બંધી
હાર્દિકના વકીલના કહેવા મુજબ કોર્ટે હાર્દિકને નવ મહિના સુધી મહેસાણા જિલ્લામાં નહીં જવાની શરત રાખી છે. અહીં નોંધનિય છે કે, છ મહિના હાર્દિકે ગુજરાત બહાર રહેવાનું છે.
બીજો દિકરો હોત તો પણ આપી દેત...
હાર્દિકને જામીન મળતાં પરિવારજનોમાં ખુશીના ઘોડાપૂર ઉમટી રહ્યા છે. હર્ષના આંસુ સાથે હાર્દિકના માતાએ જણાવ્યું હતું કે, હાર્દિકે સમાજ માટે કાર્ય કર્યું છે. એનો આનંદ છે. જો મારે બીજો દિકરો હોત તો પણ સમાજને આપતાં મને આનંદ થાત