Home /News /gujarat /

રાજદ્રોહ કેસમાં હાર્દિક પટેલના જામીન મંજૂર,6 મહિના ગુજરાત બહાર રહેવું પડશે

રાજદ્રોહ કેસમાં હાર્દિક પટેલના જામીન મંજૂર,6 મહિના ગુજરાત બહાર રહેવું પડશે

અમદાવાદઃરાજદ્રોહ કેસમાં હાર્દિક પટેલના જામીન આજે મંજૂર થયા છે.હાઈકોર્ટે હાર્દિકને 6 મહિના ગુજરાત બહાર રહેવાની શરતે જામીન મંજૂર કર્યા છે. હાર્દિક પટેલના જામીન મંજૂર થતા પાટીદાર સમાજમાં તેમજ પાસ કન્વીનરોમાં ખુશીનો માહોલ છવાયો છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
અમદાવાદઃરાજદ્રોહ કેસમાં હાર્દિક પટેલના જામીન આજે મંજૂર થયા છે.હાઈકોર્ટે હાર્દિકને 6 મહિના ગુજરાત બહાર રહેવાની શરતે જામીન મંજૂર કર્યા છે. હાર્દિક પટેલના જામીન મંજૂર થતા પાટીદાર સમાજમાં તેમજ પાસ કન્વીનરોમાં ખુશીનો માહોલ છવાયો છે.

સુરતમાં હાર્દિક પટેલ સામે થયેલ રાજદ્રોહ કેસમાં હાર્દિકે પોલીસને મારવાની ધમકી આપતી વાત કરી હતી.'પાટીદારનો દિકરો મરે નહી બે-પાંચ પોલીસવાળાને મારી નાખે',હાર્દિકે મોટા વારછા ખાતે ચિરાગ દેસાઈના ઘરે આ વાત કરી હતી .આ મામલે હાર્દિક સામે સુરત પોલીસે રાજદ્રોહનો કેસ દાખલ કર્યો હતો.આ કેસની અત્યારે ચાર્જશીટ પણ મુકાઈ ગઈ છે.આ કેસમાં હાર્દિકને આજે હાઈકોર્ટે જામીન આપ્યા છે.

સુરતના કામરેજ ખાતે હાર્દિક સામે બીજો એક ગુનો નોંધાયેલો છે. N.H-8ને ચક્કાજામ કરવા મામલે હાર્દિક સામે ગુનો નોંધાયેલો છે.આ કેસમાં અગાઉ હાર્દિકને જામીન મળી ચૂક્યા છે.

જો કે હજુ હાર્દિકે થોડો સમય જેલમાં જ રહેવું પડશે. જેલમાંથી બહાર આવવા માટે વિસનગર કેસમાં હાર્દિકે જામીન મેળવવા પડશે.11 જુલાઇએ આ કેસમાં જામીન અરજી પર સુનાવણી હાથ ધરાશે. જેથી 11 જુલાઇ સુધી હાર્દિકે જેલમાં રહેવું પડશે.

નોંધનીય છે કે, 9 મહિના કરતા પણ વધુ સમયથી હાર્દિક પટેલ જેલમાં બંધ હતો. ત્યારે તેના જન્મ દિવસ અગાઉ જ તેના આજે હાઇકોર્ટે જામીન મંજૂર કર્યા છે. જામીન મંજૂર થતા હાર્દિક માટે રાહતના સમાચાર છે.

જો કે હજુ પણ હાર્દિક પટેલ જેલમુક્ત થશે કે નહી તેને લઇને અટકળો ચાલી રહી છે. હાર્દિક પટેલને વિસનગરના કેસમાં તેમજ અન્ય કેસોમાં હજુ જામીન લેવાના બાકી છે.

ગત મુદ્દતમાં હાઈકોર્ટમાં સરકારી વકીલની સતત રજૂઆત હતી કે,જો હાર્દિકને જામીન અપાય તો રાજ્યમાં કાયદો-વ્યવસ્થા કથળેઅને ફરી રાજ્યમાં અશાંતિ ફેલાશે.હાર્દિકના વકીલની હાઈકોર્ટ સમક્ષ રજૂઆત હતી કે,જો હાર્દિકથી સરકારને ડર અને ખૌફ હોય અને જો હાર્દિકને જામીન મળે તો 6 મહીના ગુજરાત બહાર રહેશે. આખરે આજે હાઇકોર્ટે શરતી જામીન આપતા હાર્દિક પટેલ હવે જેલ મુક્ત થશે.
First published:

Tags: અનામત, અનામત આંદોલન, જામીન, પાટીદાર આંદોલન, હાર્દિક પટેલ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन