હાર્દિક પટેલને સુપ્રીમ કોર્ટથી મળી મોટી રાહત, હવે 20 માર્ચ સુધી પોલીસ નહીં કરી શકે ધરપકડ

હાર્દિક પટેલને સુપ્રીમ કોર્ટથી મળી મોટી રાહત, હવે 20 માર્ચ સુધી પોલીસ નહીં કરી શકે ધરપકડ
હાર્દિક પટેલની ફાઇલ તસવીર

પોલીસ ધરપકડથી બચવા માટે છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભમાં ઉતરી ગયેલાં હાર્દિક પટેલ માટે અત્યંત રાહતના સમાચાર

  • Share this:
અમદાવાદ : પોલીસ ધરપકડથી બચવા માટે છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભમાં ઉતરી ગયેલાં હાર્દિક પટેલ માટે અત્યંત રાહતના સમાચાર છે. હાર્દિક પટેલને સુપ્રીમમાં મોટી રાહત મળી છે. આજની સુનાવણી મુલત્વી રહેતા વધુ સુનાવણી 20 માર્ચે હાથ ધરાશે. હવે 20 માર્ચ સુધી પોલીસ ધરપકડ કરી શકશે નહીં.

અગાઉ સુપ્રીમ કોર્ટે 2015ના પાટીદાર આંદોલન કેસમાં હાર્દિક પટેલને 6 માર્ચ સુધી આગોતરા જામીન આપ્યા હતા. એટલું જ નહીં આ સાથે સુપ્રીમ કોર્ટે પાટીદાર આંદોલન દરમિયાન થયેલી હિંસા મામલે FIR રદ કરવાની અનુરોધવાળી હાર્દિક પટેલની અરજી પર ગુજરાત સરકાર પાસેથી જવાબ પણ માગ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે હાર્દિકની સેશન્સ કોર્ટે ઈશ્યુ કરેલા બિનજામીન પાત્ર વોરન્ટ સામેની અરજીની સુનાવણીમાં સરકારી વકીલે સુપ્રીમ કોર્ટમાં ઉપરોક્ત કેસ અનિર્ણિત હોવાથી અને તેની સુનાવણી આજ રોજ હોવાથી હાઇકોર્ટ પાસે સોમવાર સુધીનો સમય માંગ્યો હતો. સુપ્રીમ કોર્ટમાં હાર્દિક પેટેલની અરજી પર સુનાવણી કરતાં જસ્ટિસ યૂ. યૂ. લલિત અને જસ્ટિસ વિનીત સરની બેન્ચે ગુજરાત સરકારને નોટિસ પાઠવી હતી. સાથે બેન્ચે કહ્યું હતું કે મામલો 2015માં નોંધવામાં આવ્યો હતો અને તપાસ હજુ સુધી પેન્ડિંગ છે.આ પણ વાંચો - રાજ્યની આંગણવાડી બહેનોને હોળીની ભેટ, પગારમાં કરાયો વધારો

હાર્દિક પટેલની આગેવાનીવાળી પાટીદાર અનામત આંદોલન સમિતિએ અનામત માટે અમદાવાદમાં એક મેગી રેલી યોજી હતી અને ગેરકાયદેસર રીતે એકત્ર થવા માટે એક FIR નોંધવામાં આવી હતી કારણ કે પોલીસે દાવો કર્યો હતો કે આ રેલી માટે મંજૂરી આપવામાં આવી ન હતી. આ પહેલા કોર્ટમાં ગેરહાજર રહી કાનૂની કાર્યવાહીને જાણી જોઇને વિલંબમાં નાખી મુદતમાં હાજર ન રહેતા હાર્દિકની વિરમગામમાંથી ધરપકડ થયા બાદ હાર્દિક પટેલે કોર્ટમાં લેખિતમાં બાંહેધરી આપી હતી કે હવે તે કોર્ટમાં હાજર રહેશે. આ બાહેંધરીના આધારે કોર્ટે તેમના જામીન મંજૂર કર્યા હતા. જોકે આમ છતાં હાર્દિક ગેરહાજર રહેતા કોર્ટે તેની સામે વોરંટ કાઢ્યું હતું.

રાજદ્રોહ કેસમાં જામીન મળ્યા બાદ જેલ બહાર આવેલા હાર્દિકની માણસા પોલીસે જાહેરનામાનો ભંગ કરી સભા સંબોધવા બદલ હાર્દિક પટેલની ધરપકડ કરી હતી. માણસા કોર્ટમાંથી જામીન મળતા જ હાર્દિક પટેલની સિદ્ધપુર પોલીસે વર્ષ 2017માં ચૂંટણીમાં મંજૂરી વિના સભા કરતા ધરપકડ કરી હતી. ત્યાર બાદ તેને જામીન પર છોડવામાં આવ્યો હતો.

સિદ્ધપુર કેસમાં જામીન પર છૂટ્યા બાદ હાર્દિક પટેલ સામે વર્ષ 2015માં જી.એમ.ડી.સી. ગ્રાઉન્ડ પર નોંધાયેલા રાયોટિંગ કેસમાં તેની આગોતરા જામીન અરજી સેશન્સ કોર્ટ અને હાઈકોર્ટે નામંજૂર કરી હતી. જેને પગલે હાર્દિક હાલ ભૂગર્ભમાં ઉતરી ગયો હતો.
Published by:Ashish Goyal
First published:March 06, 2020, 20:37 pm

ટૉપ ન્યૂઝ