અમદાવાદ : મહેસાણા ખાતે ઉમિયા નગરમાં થનારા લક્ષ ચંડી યજ્ઞમાં હાજરી આપવા અને સમાજના ધાર્મિક પ્રસંગનો ભાગ બનવા માટે હાર્દિક પટેલે કોર્ટની પરવાનગી માંગી હતી. નવ દિવસ માટે મહેસાણા જિલ્લામાં પ્રવેશ કરવા દેવામાં આવે તે મતલબની કોર્ટ છૂટ આપે તેવી માંગ કરી હતી. રાજ્ય સરકારે એડિશનલ એફિડેવિટ ફાઇલ કરવા સમય માંગતા સુનવણી ટળી છે. વધુ સુનાવણી 16મી ડિસેમ્બરે હાથ ધરાશે.
હાર્દિક પટેલની અરજીનો અગાઉ રાજ્ય સરકારે વિરોધ નોધોવ્યો હતો. હાર્દિકની અરજી સામે રાજ્ય સરકારે સોગંદનામું કોર્ટમાં રજૂ કર્યું હતું અને જણાવ્યુ હતુ કે હાર્દિકને મહેસાણામાં પ્રવેશવાની છૂટ આપવામાં આવે તો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડશે તેવો રાજ્ય સરકારે દાવો કર્યો છે. હાર્દિક પટેલ ધાર્મિક પ્રસંગના નામે રાજકીય લાભ ખાટવા માંગતો હોવાની સરકારે રજુઆત કરી છે. જે દિવસોમાં રાજ્ય અને દેશના રાજકીય અગ્રણી નેતાઓ યજ્ઞમાં હાજરી આપવાના છે એ જ સમયે હાર્દિક પટેલ પ્રસંગમાં હાજરી આપવાની માંગ કરી રહ્યો છે. લાખો લોકોની જ્યાં હાજરી થવાની છે ક્યાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાય તે માટે અગાઉની શરતોમાં બદલાવ ન કરવામાં આવે તેવી રાજ્ય સરકારની રજૂઆત હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલની જામીનની શરતો પ્રમાણે તે મહેસાણા જિલ્લાની હદમાં પ્રવેશ ન કરી શકે તે પ્રકારની કોર્ટે રોક મૂકી છે. ધાર્મિક પ્રસંગમાં હાજરી માટે થોડા દિવસો માટે તેને મહેસાણા જિલ્લામાં પ્રવેશ કરવા દેવામાં આવે તે માટે કોર્ટની અનુમતિ આપે તેવી હાર્દિક પટેલ ની રજૂઆત છે. કડવાં પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્રારા આગામી 18 થી 22 ડિસેમ્બર 2019 સુધી શ્રી ઉમિયા માતાજી લક્ષચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર