અમદાવાદઃ હાર્દિક પટેલના ઉપવાસનો આજે 18મો દિવસ છે. આજે હાર્દિકની મુલાકાતે ઉત્તરાખંડના મુખ્યમંત્રી હરિશ રાવત આવી પહોંચશે. હરિશ રાવત બપોરે 2:30 વાગ્યે હાર્દિકની મુલાકાતે આવી પહોંચે તેવી શક્યતા છે. આજે હાર્દિકને મળવા માટે મોટી સંખ્યામાં તેના સમર્થકો પણ આવી પહોંચી તેવી શક્યતા છે. હાર્દિકના ઉપવાસને પગલે તેના ઘર બહાર મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. બીજી તરફ હાર્દિકે પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને લઈને સરકાર પર હુમલો કર્યો છે.
ભારત બંધ અને પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ અંગે હાર્દિકનું ટ્વિટ
સોમવારે કોંગ્રેસ તરફથી પેટ્રોલ-ડીઝલના સતત વધી રહેલા ભાવને લઈને ભારત બંધનું એલાન કરવામાં આવ્યું હતું. ભારત બંધ અને પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ અંગે હાર્દિકે એક પછી એક એમ ત્રણ ટ્વિટ કર્યા હતા.