
અમદાવાદઃ પાસ કન્વીનર હાર્દિક પટેલે કેજરીવાલની ગુજરાતની મુલાકાત અંગે નિવેદન કર્યું છે અને સમાજને કહ્યુ છે કે કેજરીવાલનો વિરોધ તો મારે પણ કરવો તો પણ બધાનો વિરોધ કરીશું તો આપણા સમાજની વાત લઇને હિન્દુસ્તાનમાં પહોંચાડશે કોણ ?, આપણે જે ભોગવ્યું છે એ ભારત ના અન્ય રાજ્ય ના લોકો જાણશે કઈ રીતે ? માટે આપણે સૌ આ કેજરીવાલને સહયોગ ના આપી શકીયે તો કઈ નહિ પરંતુ એક શહીદ પરિવાર માટે એક શબ્દ દિલ્હીમાં જઈને બોલશે તો સમાજ માટે કંઈક સારું થશે.