Home /News /gujarat /

બ્રાહ્મણો વિશે કંઈ બોલ્યો હોવ તો માફી માંગવા તૈયારઃ હાર્દિક પટેલ

બ્રાહ્મણો વિશે કંઈ બોલ્યો હોવ તો માફી માંગવા તૈયારઃ હાર્દિક પટેલ

હાર્દિકે કહ્યું- હું બ્રાહ્મણોની માફી માંગવા તૈયાર

હું આવું કંઇ બોલ્યો હોવ તો એ માટે માફી માંગવા તૈયાર છું. જે સીડી ફરતી થઈ છે તે મોર્ફ કરાયેલી છેઃ હાર્દિક પટેલ

અમદાવાદઃ પાસના કન્વિનર હાર્દિક પટેલે સ્પષ્ટતા કરી છે કે તેણે ક્યારેય બ્રાહ્મણો વિશે કોઈ કમેન્ટ કરી નથી. બ્રાહ્મણ સમાજ પર અભદ્ર બોલવા અંગે હાર્દિકે કહ્યું હતું કે, હું આવું ક્યારેય બોલ્યો નથી. કદાચ હું આવું કંઇ બોલ્યો હોવ તો એ માટે માફી માંગવા તૈયાર છું. જે સીડી ફરતી થઈ છે તે મોર્ફ કરાયેલી છે. ભૂદેવોએ હંમેશા મને આશીર્વાદ આપ્યા છે.

હાર્દિક સામે ફરિયાદની થઈ હતી માંગણી

મંગળવારે બ્રાહ્મણ સમાજનું એક પ્રતિનિધિ હાર્દિક સામે ફરિયાદ કરવાની માંગ સાથે ક્રાઈમ બ્રાંચ અને ત્યાર બાદ ચાંદખેડા પોલીસ સ્ટેશન પહોંચ્યું હતું. પોલીસે અરજી નોંધી આ અંગે તપાસ હાથ ધરી છે. ચાંદખેડામાં રહેતા અભિષેક શુક્લા નામના એક વ્યક્તિએ અરજી કરતા જણાવ્યું છે કે તેને એક સીડી મળી છે. જેમાં હાર્દિક પટેલ અને તેના બે સાથીદારો એક રૂમમાં મહિલા સાથે બેઠેલા દેખાઈ રહ્યા છે. આ લોકો વાતચીત દરમિયાન બ્રાહ્મણની મહિલાઓ અને પુરુષો અંગે ખરાબ ટિપ્પણી કરતા સાંભળામાં આવી રહ્યા છે.
First published:

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन