Home /News /gujarat /હાર્દિકના ઘરની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત, સો. મીડિયા પર પોલીસની બાજ નજર

હાર્દિકના ઘરની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત, સો. મીડિયા પર પોલીસની બાજ નજર

હાર્દિક પટેલ

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં સ્થાનિક પોલીસ સાથે 3 SRPની ટુકડી તૈનાત કરવામાં આવી છે. સાથે 3 DCP ,8 ACP, 35 PI , 200 PSI અને 3000 પોલીસ જવાનો રહેશે તૈનાત રહેશે

દીક્ષિત ઠકરાર, અમદાવાદ

હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસના પગલે ગ્રીનવુડ રિસોર્ટ પોલીસ છાવણીમાં ફેરવાયું છે. હાર્દિકના ઘરની બહાર પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ગુજરાતભરના લોકો અત્યારથી જ હાર્દિકના ઘરે પહોંચવા લાગ્યા છે. હાર્દિકના આમરણાંત ઉપવાસને લઈ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે ચુસ્ત એક્શન પ્લાન બનાવ્યો છે.

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં સ્થાનિક પોલીસ સાથે 3 SRPની ટુકડી તૈનાત કરવામાં આવી છે. સાથે 3 DCP ,8 ACP, 35 PI , 200 PSI અને 3000 પોલીસ જવાનો રહેશે તૈનાત રહેશે. આ સિવાય સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓ પર પણ પોલીસ નજર રાખશે. તોફાન કરનારા સામે પોલીસ સખત કાર્યવાહી કરશે. તકેદારીના ભાગરૂપે હાર્દિકની ગમે ત્યારે અટકાયત પણ થઇ શકે છે

ઉલ્લેખનીય છે કે 25મી ઓગસ્ટના રોજ શરૂ થઈ રહેલા હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસમાં રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ હાજર રહેશે તેવો દાવો પાસના કન્વિનર હાર્દિક પટેલે કર્યો છે. ઉપવાસ પહેલા મીડિયા સાથે વાતચીત કરતા હાર્દિક પટેલે જણાવ્યું હતું કે 25મી તારીખથી તે પોતાના ઘરે જ ઉપવાસ કરશે. રામોલ કેસમાં ધરપકડ થશે તો તે જેલમાં ઉપવાસ કરશે અને અન્ય લોકો પોતાના ઘરે અને તાલુકા મથકે ઉપવાસ કરશે. સાથે જ હાર્દિકે એવો દાવો કર્યો છે કે તેના ઉપવાસ આંદોલનમાં રાષ્ટ્રીય નેતાઓ પણ જોડાશે.

મમતા બેનરજી, અરવિંદ કેજરીવાલ ગુજરાત આવશેઃ હાર્દિક

હાર્દિકે કહ્યું હતું કે તેણે આ માટે નેતાઓ સાથે ઔપચારિક વાત કરી છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી, ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ, બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ, કોંગ્રેસના નેતા રાજ બબ્બર, શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઉપવાસ આંદોલનમાં જોડાશે તેવો દાવો હાર્દિક પટેલે કર્યો છે. હાર્દિકે ઉપવાસથી લઈને પોતાની અન્ય રણનીતિ અંગે ન્યૂઝ18 ગુજરાતી સાથે ખાસ વાતચીત પણ કરી હતી. પ્રસ્તૃત છે હાર્દિક સાથેની વાતચીતના અંશ.

મમતા બેનરજીની મુલાકાતે હાર્દિક પટેલ (ફાઇલ તસવીર)


સાથ સહકાર ન આપવાના સરકારના આક્ષેપ અંગે શું કહેશો?

પોલીસ કહી રહી છે કે હું પ્રવેશની મનાઈ હોવા છતાં રામોલ આવું છું. હકીકત એવી છે કે હું રામોલમાં આવતો જ નથી. તેમણે સાક્ષી તરીકે પણ કોઈ સ્થાનિક લોકોને બદલે પોલીસને લીધા છે. સરકાર ષડયંત્ર રચીને મને જેલમાં
મોકલી દેવા માંગે છે. જે તારીખનો હવાલો આપીને મારા જામીન રદ કરવાની અરજી કરવામાં આવી છે એ તારીખે હું કેન્દ્ર સરકારે આપેલી સુરક્ષા વચ્ચે હતો.

જામીન રદ થાય તો શું કરશો?

હું જેલમાં રહીને ઉપવાસ કરીશ. અન્ય લોકો તાલુકા કક્ષાએ ઉપવાસ કરશે. અમુક લોકો ઘરે ઉપવાસ કરશે. સમાજ અને ખેડૂતોના હિત માટે લડાઈ ચાલુ જ રાખીશ. સરકાર સાથ સહકાર નહીં આપે તો આ લડાઈ ખૂબ જ મોટી
બનશે. ગામડે ગામડે લોકો જાગૃત થશે અને લોકક્રાંતિ આવશે.

જામીન રદ ન થવાના કેસમાં ઉપવાસ ક્યાં કરશો?

જામીન રદ થશે તો મારા ઘરે જ ઉપવાસ કરીશું. બહુ ઓછી સંખ્યામાં કરીશું. હું નથી ઇચ્છતો કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડે. રાજ્યમાં કોઈ અવ્યવસ્થા ઉભી થાય તેવું હું નથી ઈચ્છતો. મારા ઘરે દરરોજ બેથી અઢી હજાર લોકો બેસે તેવી વ્યવસ્થા કરીશું. 50 હજાર લોકો એકઠા થવાનો પ્લાન હતો પરંતુ હવે આટલી મોટી સંખ્યામાં લોકો એકઠા નહીં થાય. પોલીસે તાલુકા લેવલે લોકોની અટકાયત કરવાનું શરૂ કર્યું છે તે બંધ થવું જોઈએ. અનેક લોકોને નજરબંધ કરવામાં આવ્યા છે. ભારતીય જનતા પાર્ટીના ઈશારે પોલીસે લોકોમાં ડરનો માહોલ ઉભો કર્યો છે.
First published:

Tags: Hardik Fast, Hardik Fast Resort, Hardik Patel Bail, Ramol police, Rioting and arson case, Ruckus, Shivsena, Tejaswi yadav, Uddhav thackeray, અખિલેશ યાદવ, અરવિંદ કેજરીવાલ, હાર્દિક પટેલ