Home /News /gujarat /

અમદાવાદથી કોલ કરીને USમાં કરી છેતરપિંડી, 21 જણને સજા

અમદાવાદથી કોલ કરીને USમાં કરી છેતરપિંડી, 21 જણને સજા

પ્રતિકાત્મક તસવીર

    અમેરિકામાં કરોડો ડોલરના કોલસેન્ટર કૌભાંડમાં 21 પ્રવાસી ભારતીયોને 4થી 20 વર્ષ સુધીની કેદ થઇ છે. આ કેસમાં અમદાવાદના સાગર ઉર્ફે શેગી ઠાકરના સાગરિત હાર્દિક પટેલને 15 વર્ષની સજા ફટકારવામાં આવી છે. આરોપીઓ આ કોલ સેન્ટરોથી મુખ્યત્વે વૃદ્ધો અને અમેરિકામાં નવા આવેલા ઈમિગ્રન્ટ્સને ટાર્ગેટ કરી ધરપકડ, દેશનીકાલ, જેલ અને દંડની ધમકી આપીને તેમની પાસેથી કરોડો ડોલર પડાવતા હતાં. નોંધનીય છે કે થાણે પોલીસે વર્ષ 2016માં પકડેલા કોલસેન્ટરમાં અમદાવાદના સાગર ઉર્ફે શેગી ઠાકરનું નામ ખૂલ્યું હતું.

    આ મામલે મળતી માહિતી પ્રમાણે આરોપીઓએ અંદાજે 18 લાખ અમેરિકન નાગરિકો પાસેથી આશરે 1500 કરોડ જેટલા રૂપિયાની છેતરપિંડી કરી છે. આરોપીઓને સજા પુરી થયા બાદ ભારત મોકલી દેવામાં આવશે. આ કેસમાં સામેલ બધા જ આરોપીઓ ભારતીય અથવા તો ભારતીય મૂળના છે અને તેઓ થાણે અને અમદાવાદના કોલ સેન્ટરો સાથે સંકળાયેલા છે.

    કઇ રીતે કૌભાંડ આચરતા

    લીડના આધારે મેજિક જેકથી અમેરિકના વ્યક્તિના નામથી વાત કરવામાં આવતી હતી. મેજિક જેકના કારણે ભારતમાં ફોન કરવામાં આવે તો પણ તેમાં અમેરિકાથી ફોન થતો હોવાનું જણાઈ આવતું હોય છે. આરોપીઓ પછી અમેરિકન વ્યક્તિના નામથી વાત કરતા. તેઓ ફોનમાં કહેતા કે, કરચોરીની રકમ ભરી દો અથવા આઈઆરએસ તમારી ધરપકડ કરશે. તમને લોન આપવાની છે તેમ કહીને કાર્ડ ક્રેસ કરવાનું કહીને 16 આંકડાનો નંબર મેળવીને 500થી 1000 ડોલર મેળવી લેતા હતા.

    અમદાવાદના સાગર ઉર્ફે શેગીનું કનેક્શન

    થાણે પોલીસે વર્ષ 2016માં પકડેલા કોલસેન્ટરમાં અમદાવાદના સાગર ઉર્ફે શેગી ઠાકરનું નામ ખૂલ્યું હતું. જેની તપાસમાં ગુજરાતના વરિષ્ઠ આઈપીએસ અધિકારી સામેલ હોવાનું ધ્યાને આવતા તેમને કેન્દ્ર સરકાર અને યુએસની ફેડરલ બ્યૂરો ઓફ ઇવેસ્ટિગેશન ટીમ (એફબીઆઈ)ને લેખિત જાણ કરી હતી. આમ છતાં સાગર ઉર્ફે શેગી ઠાકર દુબઈ નાસી ગયો હતો. માનવામાં આવી રહ્યું છે કે સાગરે થાણે પોલીસ સાથે ગોઠવણ કરીને નાટકીય રીતે હાજર થઈ ગયો હતો. થાણે પોલીસ શેગી સામે ચાર્જશીટ ફાઇલ કરતા તેના જામીન મંજૂર થઈ ગયા હતા.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Call center, અમદાવાદ, ગુજરાત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन