વિસનગર કોર્ટ દ્વારા જાહેર કરાયેલાં હાર્દિક પટેલ અને લાલજી પટેલ વિરુદ્ધ જાહેર કરાયેલાં વોરંટ બાદ આજે સવારે હાર્દિક પટેલે વિસનગર કોર્ટમાં હાજરી આપી હતી. કોર્ટે 5 હજાર રૂપિયાનાં બોન્ડ પર વોરંટ રદ્દ કર્યાની વાતો સામે આવી છે. આપને જણાવી દઇએ કે હાર્દિક પટલે 6 લોકોની સાથે કોર્ટમાં હાજર રહ્યો હતો. જ્યારે લાલીજ પટેલ કોર્ટમાં હાજર રહ્યા ન હતા.
વિસનગર કોર્ટ માં આવ્યો છું.ન્યાયતંત્ર પર મને પૂરો ભરોષો છે.પણ એક વાત નથી સમજાતી કે કેસો પાછા ખેંચાયા ની વાત છે તો પછી વોરન્ટ કેમ નીકળ્યું.
હાર્દિક પટેલે તેનાં વિરુદ્ધ જાહેર થયેલાં વોરંટ બાદ વિસનગર કોર્ટમાં હાજરી આપી અને બાદમાં તેનાં ટ્વિટર પેજ પર લખ્યુ છે કે તેનાં વોરંટ રદ્દ થઇ ગયા છે. આજે સાંજે તેનો ઉમરાળામાં કાર્યક્રમ છે તે કાર્યક્રમ ચાલૂ છે અને હાર્દિક પટેલ પોતે તેમાં હાજર રહેશે.
શું હતો આખો મામલો ?
વિસનગર કોર્ટે હાર્દિક પટેલ અને લાલજી પટેલ વિરુદ્ધ વિસનગરમાં તોડ ફોડ કરવા બદલ વોરંટ જાહેર કર્યુ હતું. એક તરફ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી દ્વારા પાટિદાર વિરુદ્ધનાં કેસ રદ્દ કરવામાં આવ્યા છે ત્યારે હાર્દિક પટેલ અને લાલજી પટેલ વિરુદ્ધ વોરંટ જાહેર કરવામાં આવતા પાટીદાર સમાજમાં રોષ જોવા મળ્યો હતો. હાર્દિક પટેલ અને લાલજી પટેલ વિરુદ્ધ અનામત
આંદોલોન સમયે MLAની ઓફિસમાં તોડફોડ કરવાનો આરોપ હતો તે મામલે વિસનગર કોર્ટે તેમનાં વિરુદ્ધ ધરપકડનું વોરંટ જાહેર કર્યુ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર