Home /News /gujarat /Patidar Case News: હાર્દિક પટેલે કહ્યું-પાટીદારો વિરૂદ્ધ થયેલા તમામ કેસ પરત ખેંચો, જાહેરમાં સરકારનો આભાર માનીશું
Patidar Case News: હાર્દિક પટેલે કહ્યું-પાટીદારો વિરૂદ્ધ થયેલા તમામ કેસ પરત ખેંચો, જાહેરમાં સરકારનો આભાર માનીશું
હાર્દિક પટેલે કહ્યું કે, પાટીદાર આંદોલન દરમિયાન પાટીદાર યુવાનો પર જે કેસ કરવામાં આવ્યા હતા તેમાથી 246 કેસનું લિસ્ટ અમે સરકારને સોંપ્યું હતું.
Hardik Patel News: હાર્દિક પટેલે વધુમાં જણાવ્યું હતું કે, પાટીદાર સમાજના દીકરા તરીકે મારી માગણી છે કે અનામત આંદોલનમાં પાટીદારો સામેના કેસ પરત ખેંચવાની કાર્યવાહી જેમ બને એમ ઝડપથી ફરી એક વખત કરવામાં આવે. રાજ્ય સરકારે કેસો પરત ખેંચવાનું અગાઉની સરકારોએ વચન આપ્યું હતું,
પાટીદાર અનામત આંદોલન (Patidar Anamat Andolan) મામલે પાટીદાર નેતાઓ (Patidar Leader) અને પાટીદાર યુવકો પર થયેલા કેસ મામલે રાજ્ય સરકારે (Gujarat Gov.) તોફાનોના 10 કેસ પરત ખેંચ્યા છે. આ સાથે જ હાર્દિક પટેલ (Hardik Patel) સામેના કેસને પરત ખેંચવાની કામગીરી પણ ચાલી રહી છે. આ દરમિયાન કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે સરકારના આ પગલાને લઇ પ્રતિક્રિયા આપી છે. કોગ્રેસ નેતા હાર્દિક પટેલે (Congress Leader Hardik Patel) કહ્યું કે, સરકાર દ્વારા જે 10 કેસો પરત ખેંચવા માટેની અરજી કરવામાં આવી છે તેના માટે હું રાજ્ય સરકારનો આભાર માનું છું.
હાર્દિક પટેલે કહ્યું કે, પાટીદાર આંદોલન દરમિયાન પાટીદાર યુવાનો પર જે કેસ કરવામાં આવ્યા હતા તેમાથી 246 કેસનું લિસ્ટ અમે સરકારને સોંપ્યું હતું. જેમાથી રાજ્ય સરકારે 9 કેસ પરત ખેંચવા માટે વકીલ વતી કોર્ટમાં અરજી કરી છે અને મારી સામેના રામોલ પોલીસ સ્ટેશનમાં થયેલા કેસ અંગે 15 એપ્રિલના રોજ હુકમ થશે.
હાર્દિક પટેલે વધુમાં જણાવ્યું હતું કે, પાટીદાર સમાજના દીકરા તરીકે મારી માગણી છે કે અનામત આંદોલનમાં પાટીદારો સામેના કેસ પરત ખેંચવાની કાર્યવાહી જેમ બને એમ ઝડપથી ફરી એક વખત કરવામાં આવે. રાજ્ય સરકારે કેસો પરત ખેંચવાનું અગાઉની સરકારોએ વચન આપ્યું હતું, જે પૂરું થયું નથી. જોકે હાલમાં સરકાર દ્વારા જે 10 કેસો પરત ખેંચવા માટે પ્રોસેસ કરી છે તેના માટે હું સરકારનો આભાર માનું છું.
સરકાર દ્વારા 10 કેસ પાછા ખેંચવાની પ્રોસેસ બાદ પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા અલ્પેશ કથીરિયાએ કહ્યું છે કે ગુજરાત સરકાર દ્વારા તેઓને 10 કેસ પાછા ખેંચવામાં આવ્યા છે. દસ કેસ પાછા ખેંચવાથી સંતુષ્ટ નથી કારણ કે સમગ્ર ગુજરાતમાં 140થી વધુ કેસો પેન્ડિંગ છે અને માંગણીઓ હજુ પણ પેન્ડિંગ છે, ગુજરાત સરકારે બધા પર ધ્યાન આપવાની જરૂર છે. જે લોકો આંદોલન દરમિયાન મૃત્યુ પામ્યા હતા તેમના પરિવારને રાજ્ય સરકાર નોકરી આપે.
જણાવી દઇએ કે, ગુજરાત સરકારે પરત ખેંચેલા 10 કેસમાંથી અમદાવાદ સેશન્સ કોર્ટમાંથી 7 કેસ, મેટ્રોપોલિટન કોર્ટમાંથી 3 કેસ પરત ખેંચાયા છે. નરોડા, રામોલ, બાપુનગર અને ક્રાઈમ બ્રાંચ, સાબરમતી, નવરંપુરા અને શહેરકોટડામાં 1-1, જ્યારે કૃષ્ણનગરના 2 કેસ જે પરત ખેંચવામાં આવ્યા છે.
ઉલ્લેખનિય છે કે. થોડા દિવસો પહેલા પાસ નેતાઓેએ અમદાવાદમાં બેઠક કરી હતી અને રાજ્ય સરકાર પર કેસ પરત ખેંચવા અંગે ચર્ચા કરી હતી અને જેના પછી પાટીદાર નેતાઓ સીએમ ભૂપેન્દ્ર ભાઇ પટેલને પણ મળ્યા હતા. આ પહેલા કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે સીએમ ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને પાટીદાર આંદોલનના કેસો પરત ખેંચવા માગ કરી હતી.
ગુજરાતમાં અનામત આંદોલન વખતે પાટીદારો પર પોલીસ કેસ નોંધવામાં આવ્યા હતાં. જેમાં કુલ 485 પોલીસ ફરિયાદો નોંધાઇ હતી. 228 પોલીસ ફરિયાદો રદ કરાઇ છે. હજુ 140થી વધુ કેસો પેન્ડિંગ છે. વર્ષ 2015માં પાટીદારોને અનામત આપવાની માંગ દરમિયાન થયેલા આંદોલન વખતે ગુજરાતમાં હિંસા ફાટી નીકળી હતી. જેમાં 14 પાટીદાર યુવકોના મોત થયા હતા.
જણાવી દઇએ કે, પાટીદાર અનામત આંદોલનમાં ટોટલ 900 કેસ નોંધાયા હતા. જેમાં 485 કેસ શરૂઆતમાં ટકવા પાત્ર ના હોવાથી નીકળી ગયા હતા. બાદ માં સરકારે 235 કેસની યાદી તૈયાર થઇ હતી. અત્યાર સુધીમાં 48 કેસ પરત ખેંચવામાં આવ્યા છે. ત્યાં જ હવે 187 કેસ પેન્ડિંગ છે.