મંગળવારે સાંજે સરકારના મંત્રી સૌરભ પટેલ તથા પાટીદાર ધાર્મિક સંસ્થા વચ્ચે બેઠક મળી હતી. આ બેઠક બાદ સૌભર પટેલે હાર્દિક પટેલને પારણાં કરવા જણાવ્યું હતું. જો કે હાર્દિકે સૌરભભાઇને આડેહાથ લીધા હતા, હાર્દિકે ટ્વીટર અને ફેસબૂક પર હિન્દીમાં પોસ્ટ કરી હતી, જેમા તેઓએ લખ્યું કે અરે ઓ મંત્રી ધમકી દેના બંધ કીજીએગા, આપ કે જેસી ધમકી પીછલે તીન સાલ મે આપકી સરકાર કે બહુત નેતા ઔર અધિકારી દે ચૂકે હેં.
શું લખ્યું હાર્દિકે ?
હાર્દિકે પોતાની પોસ્ટમાં લખ્યું કે (ટ્રાંસલેશન) ગુજરાત ભાજપા સરકારના મંત્રી સૌરભ પટેલ કહી રહ્યાં છે કે હાર્દિક પટેલને પ્યારથી સમજાવીશું, નહીં સમજે તો રાજકીય રીતે સમજાવીશું, અરે ઓ મંત્રી ધમકી દેવાનું બંધ કરજો, તમારા જેવી ધમકી છેલ્લા ત્રણ વર્ષથી તમારી સરકારના અનેક નેતા અને અધિકારી આપી ચૂક્યા છે, જીવન અને મરણ ભગવાન પાસે છે, મારી જિંદગી ચાર દિવસની છે અને હું દરેક દિવસ ચોથો સમજીને જ જીવું છું- હાર્દિક પટેલ.
ઉલ્લેખનીય છે રે મંગળવારે સરકારના મંત્રીઓ અને પાટીદાર ધાર્મિક સંસ્થાના અગ્રણી નેતાઓ વચ્ચે બેઠક મળી હતી. જેમાં હાર્દિકને પારણા કરાવવા મુદ્દે ચર્ચા કરી હતી. આ ચર્ચા બાદ સૌરભ પટેલે નિવેદન આપ્યું હતું કે બેઠકમાં હાર્દિકના પારણાં કરાવવા માટે વિનંતી કરવામાં આવી હતી.