Home /News /gujarat /

અમદાવાદઃ હાર્દિક પટેલ વિરુદ્ધ વોરંટ જાહેર

અમદાવાદઃ હાર્દિક પટેલ વિરુદ્ધ વોરંટ જાહેર

જીએમડીસી ગ્રાઉન્ટમાં ભાષણ બાદ જે હિંસા થઈ અને સરકારી મિલકતને નુકશાન થયું તે બદલ એક પ્રાઈવેટ ફરિયાદી દ્વારા અમદાવાદ મેટ્રો કોર્ટમાં અરજી કરવામાં આવી હતી...

જીએમડીસી ગ્રાઉન્ટમાં ભાષણ બાદ જે હિંસા થઈ અને સરકારી મિલકતને નુકશાન થયું તે બદલ એક પ્રાઈવેટ ફરિયાદી દ્વારા અમદાવાદ મેટ્રો કોર્ટમાં અરજી કરવામાં આવી હતી...

    પાટીદાર અનામત આંદોલન બાદ થયેલ હિંસા મામલે હાર્દિક પટેલની મુશ્કેલીઓ ઓછું થવાનું નામ નથી લઈ રહી. આજે અમદાવાદ મેટ્રો કોર્ટે પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ અને એક પીએસઆઈ વિરુદ્ધ વોરંટ જાહેર કર્યું છે.

    મળતી માહિતી મુજબ, પાટીદાર અનામત આંદોલન મુદ્દે હાર્દિક પટેલે અમદાવાદ યુનિવર્સિટીના જીએમડીસી ગ્રાઉન્ટમાં ભાષણ બાદ જે હિંસા થઈ અને સરકારી મિલકતને નુકશાન તયું તે બદલ એક પ્રાઈવેટ ફરિયાદી દ્વારા અમદાવાદ મેટ્રો કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેને પગલે હાર્દિક પટેલ અને પીએસઆઈ છેલ્લી 18 મુદ્દતથી કોર્ટમાં હાજર ન રહેતા બંને વિરુદ્ધ કોર્ટે જામીનપાત્ર વોરંટ જાહેર કર્યું છે.

    ઉલ્લેખનીય છે કે, 2015ના ઓગષ્ટ મહિનામાં પાટીદાર અનામત આંદોલનને પગલે પાટીદારોની ગુજરાત યુનિવર્સિટીના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે મહારેલી યોજવામાં આવી હતી. જેમાં હાર્દિકના ઉશ્કેરણીજનક ભાષણ બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી, જેને કારણે પાટીદારોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો, અને રસ્તા પર ઉતરી આવ્યા હતા. રોષને પગલે કેટલીએ બસો સહિત સરકારી મિલકતોને આગ લગાવી મોટો પાયે નુકશાન પહોંચાડ્યું હતું. આ ઘટના બાદ પોલીસ અને પાટીદારો વચ્ચે પણ ઘર્ષણ સર્જાયું હતું, જેમાં કેચટલાક પાટીદારોના યુવાનોના જીવ પણ ગયા હતા.
    Published by:kiran mehta
    First published:

    Tags: Declared, Patidar Reservation, પીએસઆઇ, હાર્દિક પટેલ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन