ન્યૂઝ18ગુજરાતીઃ અલ્પેશ ઠાકોરે કોંગ્રેસને આજે મોટો ફટકો આપ્યો છે. જેનાથી કોંગ્રેસમાં ખળભરાટ મચી ગઇ છે. સોશિયલ મીડિયા થકી ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાંથી છેડો ફાડ્યો છે. ત્યારે કોંગ્રેસે અલ્પેશના આ નિર્ણયને ઠાકોર સેનાના પાયાના કાર્યકર્તાઓનું અપમાન ગણાવ્યું છે. તો બીજી તરફ પાટીદાર અનામત આંદોલનના કન્વિનર અને કોંગ્રેસનો ખેસ ધારણ કરનાર હાર્દિક પટેલ અલ્પેશના નિર્ણયને દબાણની રાજનીતિ ગણાવી હતી.
અલ્પેશ ઠાકોરના રાજીનામા અંગે હાર્દિક પટેલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, અલ્પેશ ઠાકોર અંગે દબાણની રાજનીતિ થઇ રહી છે. અલ્પેશનો મે ગઇ કાલે સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે, તેણે ફોન ઉપાડવાની પણ તસ્દી લીધી નથી. હજી પણ હું તેમનો સંપર્ક કરવાનો છું. અને મારો પ્રયત્ન ચાલું રહેશે. હું ચાહું છું કે તાનાહશાહ સરકાર સામે યુવાનો લડે.
અન્ય યુવા ધારાસભ્ય અને દલિતોના નેતા એવા જીજ્ઞેષ મેવાણીએ પણ અલ્પેશ ઠાકોરના રાજીનામા અંગે જણાવ્યું હતું કે, કયા કારણસર રાજીનામું આપ્યું એ તો કવિ પોતે ફોડ પાડે ત્યારે ખબર પણ ઠાકોર સમાજ અને બીજા ગરીબ વર્ગોનું નખ્ખોદ કાઢનારા ભાજપમાં ન જતાં.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર