Home /News /gujarat /

VIDEO: ગુજરાત ભાજપ પર ભારે પડશે આ ત્રણ?

VIDEO: ગુજરાત ભાજપ પર ભારે પડશે આ ત્રણ?

કોંગ્રેસે આ ત્રણ યુવા નેતાઓને ચૂંટણીમાં ટિકિટની આપવાની જાહેરાત કરી નાખી છે. પણ હાર્દિક પટેલનું કહેવું છે કે તે ચૂંટણી લડવાની ઇચ્છા નથી રાખતો.

કોંગ્રેસે આ ત્રણ યુવા નેતાઓને ચૂંટણીમાં ટિકિટની આપવાની જાહેરાત કરી નાખી છે. પણ હાર્દિક પટેલનું કહેવું છે કે તે ચૂંટણી લડવાની ઇચ્છા નથી રાખતો.

ગુજરાત વિધાનસભા ચૂંટણીની ઠીક પહેલાં જ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીનાં આટલાં એક્ટિવ થઇ જવાથી અને OBC નેતા અલ્પેશ ઠાકોરનાં કોંગ્રેસમાં શામેલ થવાથી ભાજપની મુશ્કેલીઓ વધતી નજર આવે છે. અલ્પેશ જ નહીં પાટીદાર નેતા હાર્દિક પટેલ અને યુવા દલિત નેતા જિગ્નેશ મેવાણી પણ ભાજપની મુશ્કેલીઓ વધારવાનું કામ કરી રહ્યાં છે. કોંગ્રેસે આ ત્રણ યુવા નેતાઓને ચૂંટણીમાં ટિકિટની આપવાની જાહેરાત કરી નાખી છે. પણ હાર્દિક પટેલનું કહેવું છે કે તે ચૂંટણી લડવાની ઇચ્છા નથી રાખતો.

હાર્દિક પટેલ
હાર્દિક વર્ષ 2015માં પાટીદાર આરક્ષણ આંદોલન બાદ ચર્ચામાં આવ્યો. તેના ઉપર પાટીદાર આંદોલન દરમિયાન થયેલી હિંસાનો આરોપ છે. અને તેમાં તેની ધરપકડ પણ થઇ હતી. હાર્દિક પાટીદાર અનામત આંદોલન સમિતિનો સંયોજક છે અને પાટીદારોને આરક્ષણ ન આપવાને કારણે તે ભાજપથી નારાજ છે. આપને જણાવી દઇએ કે ગુજરાતમાં 12% પાટિદાર છે ખાસ વાત એ છે કે પાટીદાર સમાજ ચૂંટણી માટે ઘણું જ મહત્વ ધરાવે છે. હાર્દિક કોંગ્રેસમાં શામિલ થાય કે ન થાય તેનાં પર હાલ સુધી તો સસ્પેન્સ છે. અને અત્યાર સુધીમાં તેણે તાજ હોટલમાં રાહુલ ગાંધી સાથેની મુલાકાત પણ ફગાવી દીધી છે.

જિગ્નેશ મેવાણી
જિગ્નેશ ગુજરાતનો યુવા દલિત નેતા અને રાષ્ટ્રિય દલિત અધિકાર મંચનો સંયોજક છે ગુજરાતમાં દલિતો પર થયેલાં હુમલામાટે ભાજપ સરકારને જવાબદર ઠેરવવામાં આવે છે. આપને જણાવી દઇએ કે, જિગ્નેશનાં આઝાદી કૂચ આંદોલનમાં 20 હજાર દલિત શામેલ થયા છે જિગ્નેશ દલિત-મુસ્લિમ એકતાની પણ વાતો કરે છે.

અલ્પેશ ઠાકોર
અલ્પેશ ઠાકોર ગુજરાતનાં યુવા OBC નેતા છે અને તેમણે રાહુલ ગાંધી સાથેની મુલાકાત બાદ કોંગ્રેસમાં શામેલ થવાનું એલાન કરી લીધુ છે. અલ્પેશ ઠાકુર પાટીદારોને અનામતનો વિરોધ કરતા રહ્યાં. જોકે તે દારૂબંધીને સંપૂર્ણ ટેકો આપે છે અલ્પેશ સાર્વજનીક સભાઓમાં ગુજરાતનાં વિકા મોડલને દેખાડો કહી ચુક્યા છે. અલ્પેશ કોંગ્રેસ માટે ખુબજ અહમ સાબિત થઇ શકે છે કારણ કે ગુજરાતમાં OBC જાતીઓની વસ્તી આશરે 40% છે.
First published:

Tags: અલ્પેશ ઠાકોર, કોંગ્રેસ, ભાજપ, હાર્દિક પટેલ

આગામી સમાચાર