Home /News /gujarat /હાર્દિક, અલ્પેશ અને જિજ્ઞેશ પહોંચ્યા SP ઓફિસ, ઇન્ક્લાબ ઝિંદાબાદના લગાવ્યા નારા

હાર્દિક, અલ્પેશ અને જિજ્ઞેશ પહોંચ્યા SP ઓફિસ, ઇન્ક્લાબ ઝિંદાબાદના લગાવ્યા નારા

હાર્દિક અલ્પેશ અને જીજ્ઞેશ એસપી ઓફિસ બહાર

ગાંધીનગરમાં મહિલાના ઘરમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરીને જનતા રેડ કરવા અંગે ત્રણ યુવાનેતા અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ અને જીજ્ઞેશ મેવાણી સામે ગુનોં નોંધાયો છે.

ગાંધીનગરમાં મહિલાના ઘરમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરીને જનતા રેડ કરવા અંગે ત્રણ યુવા નેતા અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ અને જિજ્ઞેશ મેવાણી સામે ગુનોં નોંધાયો છે. આ ત્રણે નેતાઓ સામે ચાલીને પોતાની ધરપકડ વ્હોરવા SP કચેરીએ પહોંચ્યા છે. જ્યાં તેમણે પોતાની પ્રતિક્રિયા આપતા આ ત્રણેય નેતાઓએ ઇન્ક્લાબ ઝિંદાબાદના નારા લગાવ્યા હતા. આ ત્રણેય નેતાઓની સાથે મોટી સંખ્યામાં તેમના સમર્થકો પણ ઉમટી પડ્યા છે. બીજી તરફ અહીં કોઇ અનિચ્છનીય ઘટના ના બને તે માટે મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ અહીં તૈનાત કરવામાં આવી છે. હાર્દિક, અલ્પેશ અને જિજ્ઞેશને પોલીસ અધિક્ષક કચેરીમાં પ્રવેશ આપવામાં આવ્યો છે. બાકી બધાને ગેટ બહાર રાખવામાં આવ્યા છે.

ખોટી રીતે દાદાગીરી કરીને ધમકાવામાં આવે છે એનો વિરોધ છેઃ હાર્દિક પટેલ

હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, ખોટી રીતે દાદાગીરી કરીને ધમકાવવામાં આવે છે એની સામે અમારી લડાઈ. ડીએસપીની સાખ બનાચવવા માટે આ બધું ચાલી રહ્યું છે. જેટલા પ્રમાણમાં દારૂ પકડાયો હોય એ પ્રમાણે કાર્યવાહી કરો નહીં કે, દારૂ પકડનાર ઉપર કરવી. ગુજરાતમાં દારૂનો વેપાર ચાલી રહ્યો છે. એની સામે અમારો વિરોધ છે.

અમે ગુનેગારો છીએ તો ધરપકડ કરો, નહીં તો બુટલેગર સામે કાર્યવાહી કરોઃ અલ્પેશ ઠાકોર

તો અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે, આ ઘટનાનું ઓન કેમેરા પંચનામું કર્યું અને અમે કોમેન્ટ પણ કરી હતી કે, આ પાણીમાં ન ખપાવી દેતા. પરંતુ પાણીની વાત છોડો અમને જ બુટલેગર બનાવી દીધા. ગુજરાતની સરકારને દારૂ બંધીમાં રસ નથી. જેલમાં પુરવો હોય તો પુરો અમે રોકાવાના નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમે આ રેડ ચાલું જ રાખીશું. હું રાધનપુરથી નીકળીને ગાંધીનગર જઇ ત્યારે રસ્તામાં રેડ પાડતો પાડતો આવી. દમ સાથે નીકળીશ. જેલમાં પુરવો હોય તો પુરી દો પરંતુ અમે નહીં રોકાઈએ. બીજી તરફ મહિલાએ કરેલા દારૂ પ્લાનના આરોપોને પણ અલ્પેશ ઠાકોરે નકારી કાઢ્યો હતો.
First published:

Tags: Jignesh Mevani, ગાંધીનગર`, હાર્દિક પટેલ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો