Home /News /gujarat /મુખ્ય અતિથિ મેવાણીનો વિરોધ થવાથી એચ કે કોલેજે વાર્ષિકોત્સવ રદ કર્યો

મુખ્ય અતિથિ મેવાણીનો વિરોધ થવાથી એચ કે કોલેજે વાર્ષિકોત્સવ રદ કર્યો

જીગ્નેશ મેવાણીની ફાઇલ તસવીર

કેટલાક વિદ્યાર્થી નેતાઓને જીગ્નેશ મેવાણીના નામ સામે વાંધો હોવાથી તેમણે આ કાર્યક્રમ થવા નહિ દઈએ અને ધમાલ થશે એમ ટ્રસ્ટને, આચાર્યને, ઉપાચાર્ય અને કેટલાક અઘ્યાપકોને જણાવ્યું હતું.

ન્યૂઝ 18 ગુજરાતી: અમદાવાદ શહેરના આશ્રમ રોડ પર આવેલી એચ.કે. આર્ટ્સ કોલેજને આજે સોમવારે યોજાનાર વાર્ષિક ઉત્સવ રદ કરવાની ફરજ પડી છે. કોલેજના પ્રિન્સિપાલ હેમંત શાહનો આક્ષેપ છે કે કોલેજના વાર્ષિક ઉત્સવમાં મુખ્ય અતિથિ તરીકે વડગામના યુવા ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને આમંત્રણ અપાયું હોવાથી કેટલાક વિદ્યાર્થી નેતાઓએ તેનો વિરોધ કરી અને ધમકી આપી હતી.

કોલેજના પ્રિન્સિપલ હેમંત શાહે એક અખબારી નિવેદનમાં જણાવ્યું હતું કે સોમવારે તા.11-02-2019ના રોજ સવારે એચ કે આર્ટ્સ કોલેજનો વાર્ષિકોત્સવ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના મુખ્ય મહેમાનપદે યોજવામાં આવ્યો હતો. જોકે, કેટલાક વિદ્યાર્થી નેતાઓને જીગ્નેશ મેવાણીના નામ સામે વાંધો હોવાથી તેમણે આ કાર્યક્રમ થવા નહીં દઈએ અને ધમાલ થશે એમ ટ્રસ્ટને, આચાર્યને, ઉપાચાર્ય અને કેટલાક અઘ્યાપકોને જણાવ્યું હતું.

આમ છતાં આચાર્ય અને ઉપાચાર્યની કાર્યક્રમ યોજવાની તેમ જ જીગ્નેશ મેવાણીની આ કાર્યક્રમમાં આવવાની સંપૂર્ણ તૈયારી હતી. તેમ છતાં વર્તમાન રાજકીય સંજોગોમાં ટ્રસ્ટે લેખિત રીતે કોલેજનો હોલ આ કાર્યક્રમ માટે ફાળવવાનો ઇન્કાર કર્યો છે અને તેથી વાર્ષિકોત્સવનો કાર્યક્રમ રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

કોલેજના પૂર્વ વિદ્યાર્થી ધીરજ રાઠોડે જણાવ્યું હતું, “ મેવાણીને દેશથી વાંધો છે, તે લોહિયાણ વિચારધારા ધરાવે છે, સર્વસમાજના ભાગલા પાડવાની વાત કરે છે, તેથી તેનો વિરોધ કરી રહ્યાં છે, જીગ્નેશ મેવાણી વડા પ્રધાનને નમક હરામ કહ્યા હતા, પરંતું તેઓ દલિત સમાજમાં આવે છે અને પોતાની જાતને દલિત તરીકે જ પ્રસ્થાપિત કરી નથી શકતા તેમનાથી મોટા નમક હરામ કોઈ ન હોઈ શકે. ”

એચ.કે.આર્ટસ કોલેજના પ્રિન્સિપાલ હેમંત શાહે જણાવ્યું હતું, “ મેવાણી કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે, વડગામના ધારાસભ્ય છે, ચૂંટાયેલા પ્રતિનિધી હોવાથી તેમને મુખ્ય અતિથિ તરીકે આમંત્રણ આપ્યું હતું, કેટલાક વિદ્યાર્થી નેતાઓએ એવો માહોલ ઊભો કર્યો જેથી ટ્રસ્ટે અમને હોલ આપવાનો ઇન્કાર કરી દીધો. આ પ્રકારનું દબાણ ટ્રસ્ટ પર કરવામાં આવ્યું તે વાણી સ્વાતંત્ર્યના કારણે હોલ આપવાનો ઇન્કાર કરી દીધો.
First published:

Tags: Jignesh Mewani, વિવાદ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો