Home /News /gujarat /ચેતજો! આજે ગુજરાતના આ 6 જિલ્લામાં છે ઓરેન્જ એલર્ટ, ભારે વરસાદની છે આગાહી
ચેતજો! આજે ગુજરાતના આ 6 જિલ્લામાં છે ઓરેન્જ એલર્ટ, ભારે વરસાદની છે આગાહી
આજે સવારે બે કલાકમાં 83 તાલુકામાં વરસાદ નોંધાયો છે
Gulab cyclone effect on Gujarat: સવારના બે કલાકમાં 83 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમા સૌથી વધુ ભરૂચમાં (heavy rain in Gujarat) બે કલાકમાં 3.5 ઇંચ વરસાદ નોંધયો છે.
અમદાવાદ: આજનો દિવસ ગુજરાત (heavy rainfall in Gujarat) માટે ભારે છે. હવામાન વિભાગની આગાહી (Gujarat weather forecast) પ્રમાણે, આજે બપોરના 12 વાગ્યા સુધી અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. આજ સવારથી અમદાવાદમાં ભારે પવન ફૂંકાઇ રહ્યો છે. આ સાથે સવારના બે કલાકમાં 83 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમા સૌથી વધુ ભરૂચમાં (heavy rain in Gujarat) બે કલાકમાં 3.5 ઇંચ વરસાદ નોંધયો છે. આ સાથે હવામાન વિભાગ દ્વારા ગુજરાતના 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને 20 જિલ્લામાં આજે યેલો એલર્ટ આપવામાં આવ્યું છે.
6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
આજે સવારે બે કલાકમાં 83 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ભરૂચમાં 3.5 ઇંચ, અંકલેશ્વરમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 190 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો હતો. 'ગુલાબ' વાવાઝોડું ઓડિશાના સાગરકાંઠે બે દિવસ પહેલાં ટકરાયા બાદ નબળું પડ્યું હતું. ચક્રવાતની અસર હેઠળ મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાનના અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગે રાજ્યમાં 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને 20 જિલ્લામાં આજે યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. સાઇક્લોનિક સર્ક્યુલેશનને પગલે આજે રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, પાટણ, મહેસાણામાં અતિભારે વરસાદ માટેનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદ થવાની પણ આગાહી કરવામાં આવી છે.
અમદાવાદમાં સવારથી પવન ફૂંકાઇ રહ્યો છે
આજે સવારથી જ અમદાવાદમાં સુસવાટાભેર પવન ફૂંકાવાનો શરૂ થયો છે. તમામ જિલ્લા વહીવટી તંત્રને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યાં છે. આગામી બે દિવસમાં અમદાવાદ અને ગાંધીનગરમાં પવન સાથે ભારે વરસાદ રહે તેવી હવામાન વિભાગની આગાહી છે.
ઉકાઈના ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ડેમમાં પાણીની આવક વધી છે. ઉકાઈ ડેમના કેચમેન્ટ એરિયામાં 16 કલાકમાં 36 ઇંચ વરસાદ વરસ્યો છે. ડેમમાં પાણીની આવક 2.07 લાખ ક્યુસેક થઇ છે, જ્યારે ઉકાઈ ડેમમાંથી 1.90 લાખ ક્યુસેક પાણી છોડાયું છે. ડેમની જળસપાટી 341 ફૂટ પર પહોંચી છે. ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા સુરતનો કોઝવે છલકાયો છે. કોઝવેની જળસપાટી 10.00 મીટરને પાર પહોંચી છે. કોઝવેમાંથી 2.25 લાખ ક્યુસેક પાણી દરિયામાં ઠલવાય રહ્યું છે.
ચાર સ્ટેટ હાઈવે બંધ
વરસાદને કારણે રાજ્યમાં વાહનવ્યવહારને પણ અસર પહોંચી હતી. જેમાં સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ચાર સ્ટેટ હાઈવે,138 પંચાયતના માર્ગો મળીને કુલ 142 રસ્તાઓ બંધ થયાં છે.
ભાદર બે ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા
રાજકોટ જીલ્લાના ધોરાજીમાં ભાદર બે ડેમ સીઝનમા ચોથી વખત ઓવરફ્લો થયો છે. ભાદર 1 ડેમના 29 સંપૂર્ણ દરવાજાઓ ખોલી નાંખતા અને ઉપરવાસમા ધોધમાર વરસાદને કારણે ભાદર 2 ડેમ પણ ઓવરફ્લો થયો છે. ધોરાજીના ભાદર 2ના બાર દરવાજા ખોલવાની ફરજ પડી છે અને 99000 ક્યુસેક પાણી આવક જોવા મળી છે. ત્યારે નીચાણવાળા તમામ વિસ્તારને એલર્ટ કરાયા છે.