Home /News /gujarat /ગુજરાતી ફિલ્મ સળગતો સવાલ અનામતને મંજૂરી આપવાનો સેન્સર બોર્ડનો ઇન્કાર
ગુજરાતી ફિલ્મ સળગતો સવાલ અનામતને મંજૂરી આપવાનો સેન્સર બોર્ડનો ઇન્કાર
#ગુજરાતમાં અનામત આંદોલન આધારિત બનેલી ફિલ્મ સળગતો સવાલ અનામતને છેવટે સેન્સર બોર્ડે મંજૂરી આપવાનો ઇન્કાર કર્યો છે. સેન્સર બોર્ડનું કહેવું છે આ ફિલ્મમાં એવા શબ્દોનો ઉપયોગ કરાયો છે જે યોગ્ય નથી.
#ગુજરાતમાં અનામત આંદોલન આધારિત બનેલી ફિલ્મ સળગતો સવાલ અનામતને છેવટે સેન્સર બોર્ડે મંજૂરી આપવાનો ઇન્કાર કર્યો છે. સેન્સર બોર્ડનું કહેવું છે આ ફિલ્મમાં એવા શબ્દોનો ઉપયોગ કરાયો છે જે યોગ્ય નથી.
અમદાવાદ#ગુજરાતમાં અનામત આંદોલન આધારિત બનેલી ફિલ્મ સળગતો સવાલ અનામતને છેવટે સેન્સર બોર્ડે મંજૂરી આપવાનો ઇન્કાર કર્યો છે. સેન્સર બોર્ડનું કહેવું છે આ ફિલ્મમાં એવા શબ્દોનો ઉપયોગ કરાયો છે જે યોગ્ય નથી.
ગુજરાત ફિલ્મ ડાયરેક્ટર રાજેશ ગોહિલે અનામત આંદોલન આધારિત ગુજરાતી ફિલ્મ બનાવી છે જેનું નામ પણ સળગતો સવાલ અનામત રાખવામા આવ્યું છે. શરૂઆતથી જ આ ફિલ્મ વિવાદમાં રહી છે. અગાઉ સેન્સર બોર્ડે આ ફિલ્મમાંથી 100 કટ મારવાની વાત કરી હતી.
જેનાથી નારાજ ફિલ્મ ડાયરેક્ટર સેન્સર બોર્ડમાં અપીલ કરી હતી. જોકે અહીં પણ સેન્સર બોર્ડે આ ફિલ્મને મંજૂરી આપવાનો ઇન્કર કરી દીધો છે. સેન્સર બોર્ડનું કહેવું છે કે, આ ફિલ્મમાં એવા શબ્દોનો ઉપયોગ કરાયો છે જે યોગ્ય નથી. સેન્સર બોર્ડે આ ફિલ્મમાંથી પાટીદાર શબ્દ કાઢી નાંખવા તથા પાટીદાર પર બનાવાયેલા ગીતો પણ ઉડાવી દેવા કહ્યું હોવાનું સામે આવી રહ્યું છે.