Home /News /gujarat /

ગુજકેટની પરીક્ષા ફરી ફેરફાર કરાયો, હવે 23 એપ્રિલના રોજ લેવાશે

ગુજકેટની પરીક્ષા ફરી ફેરફાર કરાયો, હવે 23 એપ્રિલના રોજ લેવાશે

ગુજકેટની પરીક્ષા ફરી ફેરફાર કરાયો, હવે 23 એપ્રિલના રોજ લેવાશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે આ નિર્ણય કર્યો

  ગુજકેટ (ગુજરાત કોમન એન્ટ્રરન્સ ટેસ્ટ)ની પરીક્ષાની તારીખમાં ફરી એક વખત ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજકેટની પરીક્ષા હવે 4 એપ્રિલના બદલે 23 એપ્રિલના રોજ લેવામાં આવશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે આ નિર્ણય કર્યો છે. આ સમયમાં CBSEની પરીક્ષા હોવાથી તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

  આ પહેલા ગુજકેટની પરીક્ષા 30 માર્ચના રોજ યોજાવાની હતી પણ તે બદલીને 4 એપ્રિલ કરવામાં આવી હતી. જોકે ફરી પાછી આ તારીખમાં ફેરફાર કરતા 23 એપ્રિલ કરવામાં આવી છે.

  આ પણ વાંચો - આ ભાજપી ધારાસભ્ય પાસે છે બે વોટર્સ આઈડી કાર્ડ, ચૂંટણીપંચ કાર્યવાહી ન કરી શકે ?

  આ પરીક્ષા અલગ અલગ ચાર ઝોનમાં યોજાશે. આ વર્ષે સાયન્સમાં દોઢ લાખ કરતા વધુ વિદ્યાર્થીઓ નોંધાય તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, ધોરણ-12 સાયન્સ બાદ વિવિધ સ્ટ્રીમમાં એડમિશન લેવા માટે ગુજકેટની પરીક્ષા લેવામાં આવતી હોય છે. આ પરીક્ષા પછી વિદ્યાર્થીઓ એન્જિનીયરિંગ, ડિગ્રી-ડિપ્લોમા વગેરે સ્ટ્રીમમાં એડમિશન મેળવી શકે છે.
  Published by:Ashish Goyal
  First published:

  Tags: Exam, Gujcet

  આગામી સમાચાર