Home /News /gujarat /

ફાનીનો કહેર: ગુજરાતથી ઓડિશા, વિશાખાપટ્ટનમ જતી 1500 ટુર થઇ રદ

ફાનીનો કહેર: ગુજરાતથી ઓડિશા, વિશાખાપટ્ટનમ જતી 1500 ટુર થઇ રદ

આ વાવાઝોડાને કારણે કોલકાત્તા એરપોર્ટ શનિવારે સવારે 6.00 વાગ્યા સુધી બંધ રહેશે.

આ વાવાઝોડાને કારણે કોલકાત્તા એરપોર્ટ શનિવારે સવારે 6.00 વાગ્યા સુધી બંધ રહેશે.

    વિભૂ પટેલ, અમદાવાદ: અત્યંત ઝડપી પવન અને વરસાદ સાથે ફાની વાવાઝોડુ ઓડિશા અને તેની આસપાસના રાજ્યોમાં ત્રાટક્યું છે. જેને કારણે માત્ર ઓડિશામાંથી જ આશરે 11 લાખ લોકોને સુરક્ષીત સ્થળે ખસેડવામાં આવ્યા હતા જ્યારે 10 હજારથી વધુ ગામડા અને 50 જેટલા નાના ટાઉનને સૌથી માઠી અસર પહોંચી છે. આ સંકટનાં સમયે ગુજરાતથી 5 એનડીઆરએફની ટીમ અસરગ્રસ્ત વિસ્તારોમાં જશે. આ ઉપરાંત પુરી,ઓડિશા,વિશાખાપટનમ, પશ્ચિમ બંગાળ, ચેન્નઇ તરફની આશરે 1500 ટુર રદ કરવામાં આવી છે.

    વાહન વ્યવહાર અટવાયો

    આ વાવાઝોડાને કારણે કોલકાત્તા એરપોર્ટ શનિવારે સવારે 6.00 વાગ્યા સુધી બંધ રહેશે. તમામ ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક ફ્લાઇટ રદ થઇ ગઇ છે. આ ઉપરાંત ઓરિસ્સાના ફાની તોફાનની સીધી અસર વલસાડમાં પડી છે. વાવાઝોડાની અસરને કારણે રેલ વ્યવહાર ખોરવાયો છે. વલસાડથી ઓરિસ્સા જતી પુરી ટ્રેન કેન્સલ કરાઈ છે. જેને કારણે મોટી સંખ્યામાં મુસાફરો અટવાયા છે. ફેની વાવાઝોડુ ઓરિસ્સા તરફ ફંટાઈ જતા 250 કિલોમીટરની સ્પીડે ત્રાટકશે. ત્યારે અગમચેતીના ભાગરૂપે દેશભરની 200થી વધુ ટ્રેનો કેન્સલ કરવામાં આવી હતી.



    વાતાવરણમાં અચાનક પલટો

    મહત્વનું છે કે ઓડિશા સરકારે અગાઉથી જ સાવચેતીના ભાગરુપે રાહત અને બચાવની કામગીરી કરી લીધી હતી. જ્યારે ઓડિશા ઉપરાંત આંધ્ર પ્રદેશમાં પણ શ્રીકાકુલમ, વિઝીઆનગરમ અને વિશાખાપટનમમાં ફાની વાવાઝોડુ ત્રાટક્યું હતું. અહીં અગાઉથી જ ચાર હજાર ગામડા ખાલી કરી લેવાયા હતા. ઓડિશામાં આવતી જતી બધી જ ફ્લાઇટ્સને રદ કરી દેવામાં આવી હતી જ્યારે આંધ્ર પ્રદેશમાં પણ પ્રભાવીત વિસ્તારોમાં વાહનોની અવર જવર બંધ કરી દેવાઇ છે.

    આ પણ જુઓ: વીડિયોમાં જુઓ, કેટલું ખતરનાક છે ઓડિશાના કિનારે ટકરાયેલું ફાની વાવાઝોડું

    ફાની વાવાઝોડાની અસરને પગલે સમગ્ર દેશમાં હવામાનમાં પણ અચાનક પલટો આવી ગયો હતો, ગરમીમાં અચાનક ઘટાડો થયો હતો. જોકે વાવાઝોડાની સાથે વરસાદ પણ પડયો હોવાથી અનેક ખેતરોમાં પાણીને પગલે ઉનાળુ પાકને નુકસાન થયું છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Cyclone fani, Cyclone Fani Updates, Heavy rain, Odisha, Tours cancel, Visakhapatnam, ગુજરાત, વાવાઝોડુ

    આગામી સમાચાર