Home /News /gujarat /PM મોદી આજે રાતે ગુજરાત આવશે, સુરક્ષાને લઇને એલર્ટ

PM મોદી આજે રાતે ગુજરાત આવશે, સુરક્ષાને લઇને એલર્ટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસીય ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આવતીકાલને શનિવારે એમનો જન્મ દિવસ પણ ગુજરાતમાં મનાવશે. પીએમના પ્રવાસને લઇને સુરક્ષા સઘન કરી દેવામાં આવી છે. આજે રાતે નવ કલાકે અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસીય ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આવતીકાલને શનિવારે એમનો જન્મ દિવસ પણ ગુજરાતમાં મનાવશે. પીએમના પ્રવાસને લઇને સુરક્ષા સઘન કરી દેવામાં આવી છે. આજે રાતે નવ કલાકે અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચશે.

 • Pradesh18
 • Last Updated :
  ગાંધીનગર #વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસીય ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આવતીકાલને શનિવારે એમનો જન્મ દિવસ પણ ગુજરાતમાં મનાવશે. પીએમના પ્રવાસને લઇને સુરક્ષા સઘન કરી દેવામાં આવી છે. આજે રાતે નવ કલાકે અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચશે.

  ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાતે રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે. રાજ્યપાલ ઓ પી કોહલી, મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળ એમના સ્વાગત માટે એરપોર્ટ ખાતે ઉપસ્થિત રહેશે.

  બીજા દિવસે સવારે તેઓ પોતાના જન્મદિવસને લઇને માતા હિરાબાના આશીર્વાદ લેશે. ત્યાર બાદ સવારે 11-30 કલાકે રાજભવનથી નીકળી સચિવાલય સ્થિત હેલીપેડથી હેલિકોપ્ટર દ્વારા લીમખેડા જવા રવાના થશે. અહીં તેઓ આદિવાસી વિકાસ માટેની વિવિધ યોજનાઓની જાહેરાત કરશે અને લીમખેડા હેલિપેડ ખાતે જ તેઓ બપોરનું ભોજન લેશે.

  અહીં કાર્યક્રમ પતાવી તેઓ હેલિકોપ્ટર દ્વારા નવસારી જવા રવાના થશે. અહીંથી તેઓ જમાલપુર ખાતે દિવ્યાંગ કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યાંથી તેઓ સુરત એરપોર્ટ પહોંચશે અને સાંજે 5-00 વાગ્યાના અરસામાં ખાસ વિમાન દ્વારા દિલ્હી જવા રવાના થશે.
  First published:

  Tags: ગુજરાત, નરેન્દ્ર મોદી, નવસારી, પીએમ મોદી જન્મદિવસ, વડાપ્રધાન

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો વધુ વાંચો